Washington, તા.૧૨
મહિલાઓ માટે કોઈપણ ફિલ્ડમાં કરિયર બનાવવું સરળ નથી. તેમણે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. જ્યારે કોઈ મહિલા ખેલાડી માતા બનવા ઇચ્છતી હોય, ત્યારે પણ તેની કારકિર્દી પર અસર પડે છે. પરંતુ હવે મહિલા ટેનિસ એસોસિએશન (ઉ્છ) એ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી ઉ્છ રેન્કિંગમાં ટોપ ૭૫૦ મહિલા પ્લેયર્સને રાહત મળશે.
ઉ્છના જણાવ્યા પ્રમાણે કોઈપણ મહિલા ખેલાડી માતા બનવા માંગતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાના હેતુથી એગ ફ્રીઝ (બીજ સાચવવાની પ્રક્રિયા) કરાવવા માંગતી હોય તેને થોડા સમય માટે રમતથી દૂર રહેવાની અને સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરવાની તક આપવામાં આવશે.
ઉ્છએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખેલાડીઓ હવે ફર્ટિલિટી પ્રોટેક્શન પ્રોસેસ જેવા કે, એગ ફ્રીઝિંગ માટે પ્રોફેશનલ ટેનિસમાંથી થોડો સમય દૂર રહી શકે છે અને ત્યારબાદ તે સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરી શકે છે. જેના કારણે તેઓની કારકિર્દી પર અસર નહીં પડે. તેના માટે પાત્ર પ્લેયર્સને એક સ્પેશિયલ એન્ટ્રી રેન્કિંગ (જીઈઇ) પ્રાપ્ત થશે. જેનો ઉપયોગ ત્રણ ટુર્નામેન્ટમાં એન્ટ્રી માટે થઈ શકે છે. પ્લેયર્સનું આ રેન્કિંગ ટુર્નામેન્ટમાંથી બહાર થતા અગાઉના ઉ્છ રેન્કિંગના ૧૨ અઠવાડિયાની એવરેજ પર આધારિત હશે.
યુએસ ઓપન ૨૦૧૭ની ટાઈટલ વિજેતા સ્લોએન સ્ટીફન્સે પણ એગ ફ્રીઝિંગ દરમિયાન સુરક્ષિત રેન્કિંગ સ્વરૂપે માન્યતા આપવાની માગ કરી હતી. તેણે ઉ્છના આ પગલાની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે, સુરક્ષિત રેન્કિંગ હોવું જોઈએ, જેથી ખેલાડીઓને ઝડપથી રિકવરીની તક મળે અને ફરીથી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે મજબૂર ન થવું પડે. આ એક જરૂરી નિર્ણય છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કોઈ ત્રણ મહિના માટે બહાર થઈ શકે છે, કોઈ એક અઠવાડિયા માટે બહાર થઈ શકે છે. જ્યારે હું ઉ્છ પ્લેયર્સ કાઉન્સિલની સભ્ય હતી, ત્યારે આવા પગલાની પ્રબળ સમર્થક હતી.