Bhavnagar, તા.31
27 દિવસ પુર્વે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામે રહેતા 18 વર્ષિય યુવાને 15 વર્ષિય સગીરા હોવાનું જાણતો હોવા છતા તેણીના ઘરમાં ઘુસી ભોગબનનાર સાથે જાતીય દુષ્કર્મ આચરતા આરોપી સામે પોકસો સહિતનો ગુનો નોંધાયો હતો. આરોપીએ જેલમાંથી મુક્ત થવા અત્રેની અદાલતમાં જામીન અરજી રજુ કરી હતી જે જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરીયાદીની સગીરવયની દીકરી (ભોગ બનનાર ઉંમર 15 વર્ષ 07 માસ) સગીરા તેના ઘરે એકલી હોય ત્યારે આ કામનો આરોપી વિશાલ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.18 વર્ષ 10 માસ રહે. ટાણા ગામ (કાશ્મીર વિસ્તાર) તા. શિહોર જી.ભાવનગર) નામના યુવાને ભોગનનારને મળવાના બહાને આવી તેની સાથેના સંબંધ બાબતે ભોગ બનનારના સગા વ્હાલામાં બદનામ કરી દેવાની ધમકી આપી તેણી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી જાતીય દુષ્કર્મ આચરેલ હોય અને ગઈ તા. 3/7/2025 ના સવારે અગિયાર વાગ્યા આસપાસ ફરીયાદીને તેઓ કામ પર ગયેલ હોય આ વખતે ભોગનનાર પોતાના ઘરે એકલી હતી.
તે દરમ્યાન પણ આ કામનો આરોપી ફરીયાદીના ઘરે આવી ભોગ બનનાર સાથે તેણીને તેમના સગા વ્હાલામાં બદનામ કરવાની ધમકી આપી તેણીની ઇચ્છા વિરૂદ્ધ જાતીય દુષ્કર્મ આચરી ગુનો કર્યો હતો.
આ બનાવ અંગે ભોગ બનનાર ના વાલીએ એ ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં ગત તા. 3/7/2025 ના રોજ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિશાલ રમેશભાઈ ચૌહાણ સામે પોલીસે ગુનો નોંધીયો હતો. અને આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીએ જેલમાંથી મુક્ત થવા પોતાના વકિલ મારફતે ભાવનગરના 4થા એડિશનલ સેસન્સ જજ અને સ્પે. પોકસો કોર્ટ ના જજ જે.જી.દામોદ્રાની અદાલતમાં પોતાના વકીલ મારફતે જામીન અરજી રજુ કરતા સરકારી વકિલ ગીતાબા પી. જાડેજાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજુર કર્યા હતા.

