New Delhi,તા.31
દેશમાં ડીજીટલ સંદેશા વ્યવહારોએ દુનિયા બદલી નાખી છે અને હવે ઈમેઈલ એ પોસ્ટનું સ્થાન લઈ લીધુ છે તે વચ્ચે પણ અદાલતી સહિતની કાનૂની પ્રક્રિયામાં સુપ્રિમ કોર્ટે સમન્સ અને નોટીસમાં ઈલેકટ્રોનીકસ પધ્ધતિને સ્વીકાર્ય નહીં ગણવા નિર્ણય લેતા જણાવ્યું હતું કે પોલીસ વોટસએપ કે અન્ય ઈલેકટ્રોનીકસ માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં.
તેના માટે હાલ જે ફીઝીકલ પધ્ધતિ અપનાવાઈ રહી છે તેનો જ અમલ કરવાનો રહેશે. હરીયાણા ગવર્મેન્ટે તેની પોલીસ સેવાઓમાં સમન્સ અને અન્ય નોટીસો જેમાં સબંધીત વ્યકિતએ પોલીસ સમક્ષ હાજર થવાનું હોય છે તેમાં ઈલેકટ્રોનીક માધ્યમ અને ખાસ કરીને વોટસએપ અને ઈમેઈલ મારફત આ પ્રકારે સમન્સ મોકલવાનો જે નિયમ બનાવ્યો હતો તેને યથાવત રાખતા કહ્યું કે, પોલીસે આ ઉપરાંત ફીઝીકલ રીતે કે જે નિયમીત તરીકે સમન્સ મોકલે છે.
તે પધ્ધતિ ચાલુ રાખવાની રહેશે અને તેજ માન્ય ગણાશે. ભારતીય નાગરીક સુરક્ષા સંહિતમાં જો કે કોર્ટની પ્રક્રિયામાં ખાસ કરીને અદાલતી સમન્સમાં ઈલેકટ્રોનીક પધ્ધતિને સ્વીકારવામાં આવી છે પરંતુ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.એમ. સુદેશની ખંડપીઠે જણાવ્યું કે તપાસ એજન્સી જયારે કોઈપણ પ્રકારની નોટીસ મોકલતી હોય તો તે પ્રક્રિયા ન્યાયીક પ્રક્રિયા સાથે જોડાયેલી છે,
તેથી તેમાં પરંપરાગત પધ્ધતિ યોગ્ય રહેશે. જોકે અદાલતે સ્પષ્ટ કયુર્ં કે ઈલેકટ્રોનીક માધ્યમથી પોલીસ આ પ્રકારના સમન્સ મોકલી શકે પરંતુ તેના આધારે જ ફકત ધરપકડ કરી શકશે નહીં અને તેને આ માટે ફીઝીકલ પધ્ધતિ અપનાવી પડશે.
સુપ્રિમ કોર્ટે એ કહ્યું કે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ધારાની કલમ 35માં જે જોગવાઈ છે તેમાં ઈલેકટ્રોનીક કોમીનીકેશનને યોગ્ય ગણવામાં આવી છે તે અમારી સમજની બહાર છે.