Morbi,તા.12
કાર ચાલક ફરાર થયો, કાર-દારૂ સહીત ૩.૫૩ લાખનો મુદામાલ કબજે
મોરબીના નેક્સસ સિનેમા પાસે દારૂ ભરેલ કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કુબેર ફાટક પાસેથી કારને ઝડપી લીધી હતી પોલીસે પીછો કરતા કારચાલક નાસી ગયો હતો પોલીસે કાર અને દારૂ સહીત ૩.૫૩ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વીફ્ટ કાર જીજે ૩૬ બી ૭૨૭ વાળીમાં ઈંગ્લીશ દારૂ ભરી નવલખી બાયપાસ રોડ થઈને મોરબી તરફ આવે છે જેથી ટીમે નવલખી બાયપાસ નેક્સસ સિનેમા પાસે વોચ ગોઠવી હતી અને સ્વીફ્ટ કાર પસાર થતા રોકવા ઈશારો કરતા યુ ટર્ન મારી કાર ભગાવી હતી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો જેથી સ્વીફ્ટ કારનો ચાલક કુબેર ફાટક પાસે કાર મૂકી નાસી ગયો હતો
જે કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૫૧ બોટલ કીમત રૂ ૫૩,૭૫૬ મળી આવતા પોલીએ કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩.૫૩ લાખનો મુદામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે