Jamkhambalia, તા.18
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ દીપોત્સવી પર્વને અનુલક્ષીને લોકોમાં સાવચેતી અને સલામતીની લાગણી જળવાઈ રહે તે હેતુથી પોલીસ વડા જયરાજસિંહ વાળા સાથે ડીવાયએસપી વી.પી. માનસેતા અને સાગર રાઠોડ, પી.આઈ. બી.જે. સરવૈયા ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્ટાફ, હોમગાર્ડ અને ટી.આર.બી.ના જવાનો વિગેરે સાથે અહીંના ટ્રાફિકથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂટ પેટ્રોલિંગ ડ્રાઈવની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આશરે 150 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.