Porbandar, તા.22
પોરબંદર માં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઈમ ની અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે 3000 પાના નું ચાર્જશીટ કોર્ટ માં રજુ કર્યું છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત મે માસમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીતો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંનગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાયવર રાજુ મેર તથા અન્ય લોકો સામે પૂર્વ આયોજિત કાવતરુ રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને બેન્કના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા, કમલેશ દાસા જેવા આ બાબતથી અજાણ માણસોના કપટપૂર્વક બેન્ક ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ -અલગ રાજ્યોના સાયબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોના છેતરપીંડીથી રૂપિયા મેળવવા મામલે તથા ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી આઈ એસ.આર. ચૌધરીએ એ ઉંડાણ પુર્વકની તપાસ કરી આરોપીઓ વિરૂધ્ધ આશરે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરી છે જેમાં હિરલબા, હિતેષ ભીમાભાઈ ઓડેદરા,અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઇ ચૌહાણ અને મુંબઈ ના સચિન કનકરાય મહેતા ની ધરપકડ કરી જેલહવાલે કરાયા હોવાનું જાહેર કરાયું છે જયારે હજુ પણ આ ગુન્હા માં પાર્થ મહેન્દ્રભાઇ સોંગેલા,મોહન રણછોડભાઈ વાજા રાજુ બાલુભાઇ પરમાર,નૈતિક પરેશભાઇ માવાણી અને દુબઈ ના બે શખ્સો રોજરભાઈ અને આશુભાઈ ફરાર હોવાનું જાહેર કરાયું છે..
આરોપીઓએ પુર્વયોજીત કાવતરુ રચિ સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવવા માટે અને અન્ય ગેરકાયદેસર રીતે નાણા મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પોરબંદર જીલ્લામાં ડાયનેમિક એન્ટરપ્રાઈઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઈઝ,એ એમ ઓ એન્ટરપ્રાઈઝ,પાર્ટ વેર ,એમ વી એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ઉભી કરી હતી આ જ રીતે આરોપીઓ દ્વારા જુનાગઢ ખાતે પણ બોગસ પેઢીઓ ઉભી કરી હતી.
જે મામલે ત્યાં પણ સાયબર ક્રાઈમ હેઠળ પોલીસ ફરિયાદ કરાઈ હતી ત્યાર બાદ હવે જામનગર જીલ્લા ખાતે પણ બોગસ પેઢીઓ ઉભી કરી આ પેઢીઓના બેંક ખાતાઓમાં ભારત દેશના અલગ-અલગ રાજયોમાંથી સાયબર ફ્રોડના નાણા મેળવ્યા હોવાનું ખુલ્યું છે .
ત્યારે જામનગર ખાતે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે આરોપીઓ એ પોરબંદર જીલ્લામાં ઉભી કરેલ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં આશરે એકસો ત્રેસઠ કરોડ જેટલી રકમ મેળવી હોવાનું અને તેમાં કૂલ-130 જેટલી સાયબર કંપ્લેઇન નોંધાયેલ હોવાનું ખુલ્યું છે અને આરોપીઓએ દેશ ભરમાં સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવી ગુન્હો કર્યો હોવાનું સામે આવ્યું છે.