Junagadhતા. ૩
જુનાગઢ પોલીસે જુગાર અંગે બે જુદી જુદી રેડ પાડી, ૧૦ મહિલાઓને જુગાર રમતા પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા, મહિલા જુગારીઓમાં ફફડાટમાંથી જવા પામ્યો છે
પોલીસમાંથી મળેલી વિગતો મુજબ, જુનાગઢ શહેરના મધુરમ મંગલધામ ૧, રામનગરમાં સોસાયટીમાં રહેતા શારદાબેન ચંદુભાઇ વઘેરા એ પોતાના કબ્જા ભોગવટાના મકાનમા પોતાના અંગત ફાયદા સારૂ બહારથી મહિલા આરોપીઓને પોતાના ઘરે બોલાવી, નાલના રૂપીયા ઉઘરાવી, ગંજી પતાના પાના તથા પૈસા વડે તીન પતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી, જુગારનો અખાડો ચલાવી રહ્યા હતા ત્યારે પોલીસે રેઇડ પાડી, જુગાર રમતા શારદાબેન ચંદુભાઇ વઘેરા (ઉ.વ.૫૦), રેખાબેન જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૩૮), પુષ્પાબેન વજુભાઇ આસોદરીયા (ઉ.વ.૫૮), અલુબેન ઇબ્રાહીમભાઇ સમા (ઉ.વ.૬૦), ગીતાબેન જેન્તીભાઇ વાણવી (ઉ.વ.૫૭), શારદાબેન હરીભાઇ આસોદડીયા (ઉ.વ.૬૫) મળી આવતા, પોલીસે રેઇડ દરમ્યાન જુદા જુદા દરની ચલણી નોટૉ રૂ.૨૯,૦૦૦ તથા નાલના રૂ.૩૫૦૦/- મળી કુલ રોકડ રૂ. ૩૨,૫૦૦ તેમજ મો.ફોન નંગ ૪ કિ.રૂ. ૫૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જૂનાગઢના બીલખા રોડ ધરાનગર ખાતે જાહેરમા રોડ પર ગંજીપતાના પાના વડે રૂપીયા પૈસાથી તીન પતીનો રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા હીરીબેન પરશોતમભાઇ બડવા (ઉ.વ. ૫૦), રંજનબેન મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૩૭), અલ્પાબેન કીશોરભાઇ રાણવા (ઉ.વ. ૩૨) તથા કમળાબેન રાજેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) ને પકડી પાડ્યા હતા તથા રેઇડ દરમ્યાન રોકડા રૂ. ૬૮૦૦ તથા ગંજીપતા પાના સહિતનો મુદામાલ જપ્ત કરી તમામ આરોપી મહિલાઓ સામે જુગાર ધારા અંતર્ગત ગુન્હો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.