Porbandar તા. ૨૭
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી -૧૦ જગ્યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્ટના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને આ કામ માટે ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં અલગ અલગ જગ્યાએ થનાર આ કામ રૂ. ૧૭ લાખના ખર્ચે થશે. કડીયા પ્લોટ વિસ્તારમાં ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી ડો. ચેતનાબેન તિવારીના હસ્તે આ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપપ્રમુખશ્રી મનીષભાઈ શિયાળ, વોર્ડ નંબર ૪ ના સદસ્યશ્રી ઈલાબેન શીંગરખીયા, જયોત્સનાબા રાણા, પ્રશાંતભાઈ સીસોદીયા, ઈન્દ્રજીતસિહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.