તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મના શૂટિંગના દિવસો યાદ કર્યા
Mumbai, તા.૧૭
૨૦૦૩ માં આવેલી ફિલ્મ ‘કલ હો ના હો’ ની ગણતરી ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મોમાં થાય છે. હવે તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મના શૂટિંગના દિવસો યાદ કર્યા છે. જેમાં તેમણે એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે શૂટિંગ દરમિયાન સેટ પરના મોટાભાગના કલાકારો કેવી રીતે રડતા હતા.વાસ્તવમાં, બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકો સાથે ચેટ સેશન શરૂ કર્યું હતું. આ ચેટમાં તેણે ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા.પ્રીતિ ઝિન્ટાને એક સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં પ્રીતિ ઝિન્ટાએ યુઝરને જવાબ આપ્યો અને કહ્યું, ‘હા, જ્યારે હું તેને જોઉં છું ત્યારે હું રડી પડું છું.’ અને જ્યારે અમે તેનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ હું ખુબ રડી જ હતી કેમકે મારો પહેલો પ્રેમ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. એટલા માટે આ ફિલ્મ મને હંમેશા અલગ રીતે અસર કરે છે. રસપ્રદ વાત એ છે કે મોટાભાગના દ્રશ્યોમાં, બધા સ્ટાર્સ કુદરતી રીતે રડી રહ્યા હતા અને અમનના મૃત્યુના દ્રશ્યમાં, બધા કેમેરા સામે તેમજ તેની પાછળ રડી રહ્યા હતા.શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘કલ હો ના હો’ વર્ષ ૨૦૦૩ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ગીતો ખૂબ જ સુપરહિટ રહ્યા હતા. જે આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.