Maharashtra, તા.7
મહારાષ્ટ્રમાં ધારાસભા ચૂંટણીમાં મહાયુતિના વિજય બાદ હવે વિપક્ષ લગભગ વેરવિખેર છે અને મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ-શિવસેના ઉદ્ધવ ઠાકરે જુથ અને એનસીપી વચ્ચે મતભેદો વધતા જાય છે તે સમયે શિવસેના ઉદ્ધવ ઠાકરે જુથના 6 સાંસદો હવે ગમે ત્યારે શિંદે જુથમાં જોડાઇ જાય તેવા સંકેત છે.
ખાસ કરીને મોદી સરકારને જે રીતે જનતા દળ-યુ અને તેલુગુદેશમનો ટેકો લઇને સરકાર ચલાવી પડે છે તેમાં રાહત થશે. સુત્રોના જણાવ્યા મુજબ આ અંગે સંસદના ચોમાસુ સત્રમાં મોટી ઉથલપાથલ જોવા મળે તેવી તૈયારી છે.
છેલ્લા એક સપ્તાહથી પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પક્ષની તાકાત વધારવામાં સતત કાર્યરત છે અને મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તે ધ્યાનમાં રાખીને તેઓ પોતાની તાકાત વધારી મહાનગરપાલિકામાં પણ વધુ બેઠકો લડવા મળે તે નિશ્ચિત કરી રહ્યા છે.

