વિક્રમ-૧ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે, તેના ચોથા સ્ટેજમાં ૩ડ્ઢ પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે
New Delhi તા.૨૭
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ વિક્રમ-૧ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર શરૂ થઈ રહ્યું છે. ભારતને સ્પેસ સેક્ટરમાં આગળ પહોંચાડવા માટે સરકાર ખૂબ જ કોશિશ કરી રહી છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસનું ઇન્ફિનિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિક્રમ-૧ એક પ્રાઇવેટ ઓર્બિટ રોકેટ છે. એના દ્વારા ભારત હવે સ્પેસમાં ખૂબ જ ઝડપથી આગળ વધશે. આ પ્રાઇવેટ સેક્ટરનો ઉપયોગ હવે ઇસરો અને દેશના અન્ય સ્પેસ એજન્સીઓ પણ કરી શકશે.
ઇન્ફિનિટી કેમ્પસને બે લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. એમાં દર મહિને એક રોકેટને લોન્ચ કરવાની ક્ષમતા છે. આ કેમ્પસમાં ડિઝાઇનની સાથે રોકેટ બનાવવાની અને એને લોન્ચ કરવાની સાથે જ એને ટેસ્ટ પણ કરશે. વિક્રમ-૧ રોકેટ અર્થની લો ઓર્બિટમાં જવા માટે સક્ષમ છે. આ રોકેટ ૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે.
વિક્રમ-૧ની કાર્બન કોમ્પોઝિટ બોડી છે. તેના ચોથા સ્ટેજમાં ૩ડ્ઢ પ્રિન્ટેડ લિક્વિડ એન્જિનનો ઉપયોગ થાય છે. એના કારણે તે જૂની ડિઝાઇન કરતાં એકદમ હલકું છે. સ્કાયરૂટ આ દ્વારા લોન્ચને ખૂબ જ ઝડપી અને ફ્લેક્સિબલ બનાવવા માગે છે. આ ડિઝાઇન દ્વારા તેમણે ઇનોવેશન કર્યું હોવાથી એ ગેમ ચેન્જર બની શકે છે.આ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘છેલ્લા કેટલાક વર્ષમાં ભારતની એવિએશન સેક્ટરમાં ખૂબ જ અદ્ભુત વિકાસ થયો છે. દુનિયામાં આજે ભારત ખૂબ જ ઝડપથી વિકાસ કરતું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ છે. દુનિયાભરમાં ડોમેસ્ટિક માર્કેટમાં ભારત આજે ત્રીજા ક્રમે છે. ભારતના લોકોની મહત્ત્વકાંક્ષા ખરેખર આકાશ સ્પર્શી રહી છે.’
વિક્રમ-૧નો ઉપયોગ નાની સેટેલાઇટ્સને ખૂબ જ ઝડપથી લોન્ચ કરવા માટે કરી શકાય છે. ઇસરોના જીજીન્ફ અને રોકેટ લેબના ઇલેક્ટ્રોનની જેમ આ રોકેટ પણ ખૂબ જ ઝડપથી દિશા બદલી શકે છે. આ રોકેટ દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે મહત્ત્વનું કામ કરી શકાય છે. આથી ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયાભરમાં આ રોકેટ ઇન્ડિયન સ્પેસ ટેક્નોલોજીને આગળ લાવી રહ્યું છે.

