Junagadh તા. ૨૬
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા મહાનગરના અધ્યક્ષ ગૌરવ રુપારેલિયાના માર્ગદર્શન હેઠળ સંવિધાન હત્યા દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મીસાવાસી મહેન્દ્રભાઈ મશરૂ, લાલવાણી સાહેબ, નાથાભાઈ મોરી, મહેન્દ્રભાઈ પઢિયાર તથા સુખરામ ભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખ એડવોકેટ ભરતભાઇ ગાજીપરાએ મુખ્ય વક્તા તરીકે કટોકટી શું હતી અને બંધારણનું મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, વક્તા ભરતભાઈ ગાજીપરા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ ભાઈ અજવાણી, ગીરીશભાઇ કોટેચા, હરેશભાઈ પરસાણા તથા સંગઠનના તથા વિવિધ મોરચાના હોદેદારો, આગેવાન, મીડિયા કન્વીનર સુરેશભાઈ પાનસુરીયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાયૅક્રમનુ સંચાલન જયેશભાઈ ઘોરાજીયાએ કર્યું હતું, જ્યારે આભાર વિઘી ઓમભાઈ રાવલ કરી હતી, તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.