Patna, તા. 2
વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર જે રીતે તેઓ પાસે ચૂંટણીમાં ગેરરીતિ અંગે એટમબોમ્બ હોવાની વાત કરે છે તેના પર પ્રતિભાવ આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, જો રાહુુલ પાસે એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાખવો જોઇએ.
બિહારમાં જે રીતે મતદાર યાદી સમીક્ષાનો મુદ્દો ચગ્યો છે તેના પર બોલતા તેઓએ કહ્યું કે, કેટલાક નેતાઓ અને રાજકીય પક્ષો લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે.
ચૂંટણી પંચ મતની ચોરી કરે છે તેવો સીધો આરોપ લગાવે છે. તેમણે પંચ જેવી વૈધાનિક સંસ્થા પર આરોપ લગાવવાનો વિપક્ષ માટે યોગ્ય નહીં હોવાનું જણાવતા કહ્યું કે કોંગ્રેસ પક્ષ પર 1975માં જ બંધારણની હત્યાનો આરોપ છે અને રાહુલ ગાંધી પાસે જો કોઇ પુરાવા હોય તો તે જલ્દી જાહેર કરવા જોઇએ.