Morbi,તા.12
શહેરના વિસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ સામે રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરી અને મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩૪ બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુ આશ્રમ સામે રહેતો આરોપી ઇમરાન નુરમામદ મોવરના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૩૪ કીમત રૂ ૧,૮૧,૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી ઇમરાન નુરમામદ મોવર હાજર મળી આવ્યો ના હતો આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે