Rajkot,તા.27
રેલનગરમાં વેદમાતા રાધે પાર્ક શેરી નં. 2માં જાડેજા ચોક પાસે રહેતાં મહિલાના ઘરમાં ચાલતા જૂગારના અખાડામાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને દબોચી રૂ.15 હજારની રોકડ કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્ર. નગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ બેલીમ અને કોન્સ્ટેબલ તોફિક મંઘરાને રેલનગર માતા રાધે પાર્ક શેરી નં. 2માં રહેતાં વનિતાબેન જયેશ જીવનાનીના ઘરમાં જૂગાર રમાતો હોવાની માહિતી મળતાં સ્ટાફે દરોડો પાડી પતા ટીંચતા વનીતાબેન તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર ક્વાર્ટર નં. 530માં રહેતાં કશીશબેન હરેશ નાગરેચા, તેના પતિ હરેશ ધીરૂ નાગરેચા, શિતલ પાર્ક-6માં રહેતાં સોનલબેન શૈલેષ ભાલેરા તથા નિલકંઠ પાર્ક-4 કોઠારીયા રોડના આકાશ ભાસ્કર ધોરડાને પકડી લઇ રૂા.15100ની રોકડ કબ્જે લીધી હતી.