Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ

    June 21, 2025

    રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે

    June 21, 2025

    International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ
    • રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે
    • International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે
    • Bollywood starsઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા, ફોટા અને વીડિયો શેર કર્યા
    • પંતે પોતાના નામે એક મહાન રેકોર્ડ બનાવ્યો, MS Dhoni ને પાછળ છોડી નંબર ૧ વિકેટકીપર બન્યો
    • Captain Shubman Gill નો ઇંગ્લેન્ડમાં દબદબો, સદી ફટકારતાની સાથે જ ચોથો ભારતીય કેપ્ટન બન્યો
    • Jaiswal કેપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી અને ગિલને શ્રેય આપ્યો
    • Jaiswal and Gill કમાલ કરી, ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ
    અન્ય રાજ્યો

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Madhya Pradesh,તા.10

    ઉત્તર પ્રદેશના ગાઝીપુર પહોંચેલી મેઘાલય પોલીસ ઇન્દોરની સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી છે. CJM કોર્ટે 72 કલાકના રિમાન્ડ આપ્યા છે. આ પહેલાં પોલીસે તેનું જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી, જ્યાં તેને દોડતા-દોડતા અંદર લઈ જવામાં આવી. સોનમ ડરેલી જોવા મળી હતી.

    સોનમ જ્યાંથી મળી હતી તે ઢાબાના માલિક સાહિલ યાદવે કહ્યું- સોનમ રાત્રે 1 વાગ્યે ઢાબા પર પહોંચી અને રડવા લાગી. તેણે મને કહ્યું, ભાઈ, મને મારા પરિવાર સાથે વાત કરવા દો. તેણે મારા ફોનમાંથી પહેલાં પરિવાર સાથે વાત કરી અને પછી પોલીસને ફોન કર્યો. સોનમ કહી રહી હતી કે શિલોંગમાં તેના પતિ રાજા રઘુવંશીએ દાગીના ચોરી રહેલા ગુંડાઓ સાથે ઝઘડો કર્યો તો તે લૂંટારૂઓએ રાજાની હત્યા કરી નાંખી.

    ઢાબા સંચાલકે આખી ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, રવિવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે એક છોકરી અહીં આવી અને આવતાની સાથે જ તેણે મને પૂછ્યું – શું તમે મને તમારો મોબાઇલ આપશો? હું મારા પરિવારના સભ્યો સાથે વાત કરવા માંગુ છું. મેં તેને મારો મોબાઇલ આપ્યો, તેણે મોબાઇલ પરથી તેના ભાઈને ફોન કર્યો. ભાઈએ ફોન ઉપાડતાની સાથે જ તે જોરથી રડવા લાગી. તેણે કહ્યું કે તે ઢાબા પર છે. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, તે રડી રહી હતી. અમે તેને અમારી હોટલની આગળ લઈ ગયા અને તેને ખાટલા પર બેસાડી, તે કોઈની સાથે વાત કરી રહી ન હતી. અમારા પરિવારની કેટલીક મહિલાઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેઓ તેની તબિયત વિશે પણ પૂછી રહ્યા હતા, પરંતુ તે કંઈ કહી રહી ન હતી, તે ચૂપ હતી.

    સોનમને ખુરશી પર બેસાડ્યાના અડધા કલાક પછી, મેં તેને પૂછ્યું, દીદી, શું થયું? સોનમે મને કહ્યું કે, મારા લગ્ન મે મહિનામાં થયા છે. અમે મેઘાલય ફરવા ગયા હતા. રસ્તામાં, મારા ઘરેણા ચોરાઈ રહ્યા હતા તો મારો પતિ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની હત્યા કરી દેવાઈ.

    થોડીવાર પછી સોનમના ભાઈએ મને ફરીથી ફોન કર્યો. જ્યારે તેણે તેની બહેન વિશે પૂછ્યું, ત્યારે મેં તેને તેની તબિયત વિશે કહ્યું. ત્યારબાદ તેણે કહ્યું – તમે પોલીસને ફોન કરો. ફોન ડિસ્કનેક્ટ થયા પછી તરત જ, મેં ડાયલ-112 પર ફોન કર્યો. થોડી વાર પછી પોલીસ આવી, પોલીસે છોકરીની પૂછપરછ શરૂ કરી જેમાં તેણે પોતાનું નામ સોનમ રઘુવંશી જણાવ્યું. ત્યારબાદ પોલીસ સમજી ગઈ કે આ મામલો ઇન્દોર સાથે સંબંધિત છે. પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ. તે લગભગ દોઢ થી બે કલાક ત્યાં રહી.

    પતિ રાજા રઘુવંશીની હત્યાના 17 દિવસ બાદ સોનમ 8 જૂનની રાત્રે ગાઝીપુરમાં એક ઢાબા પર બેશુદ્ધ હાલમાં મળી આવી હતી. સોનમની વન સ્ટૉપ સેન્ટરમાં આશરે 18 કલાક પોલીસ ની દેખરેદ હેઠળ રાખવામાં આવી હતી. સોનમે કાળા રંગની ટી-શર્ટ અને લોઅર પહેરેલું હતું. તેના વાળ વિખાયેલા હતાં. એવું લાગી રહ્યું હતું જાણે તે કેટલાંય દિવસથી સૂતી નથી.

    સોનમ તેના પતિ રાજા રઘુવંશી સાથે હનીમૂન માટે મેઘાલય ગઈ હતી. તેના પર આરોપ છે કે તેણે કોન્ટ્રાક્ટ કિલરને ભાડે રાખીને તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. 2 જૂનના રોજ એક સર્ચ ઓપરેશન દરમિયાન, રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, તે સમયે સોનમ મળી ન હતી. પોલીસ સોનમની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ત્યારબાદ 9 જૂને તે મેઘાલયથી લગભગ 1100 કિલોમીટર દૂર ગાઝીપુરમાં મળી આવી હતી. એક મહિલા ઇન્સ્પેક્ટરે તેને પૂછ્યું કે તે ત્યાં કેવી રીતે પહોંચી. જવાબમાં સોનમે કહ્યું – મને કંઈ યાદ નથી.

    પોલીસે આ કેસમાં, સોનમ ઉપરાંત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં રાતોરાત અલગ અલગ સ્થળોએ કરવામાં આવેલા દરોડામાં 5 આરોપીઓ પકડાયા હતા. મધ્યપ્રદેશના બીનાથી આનંદ, ઇન્દોરથી રાજ કુશવાહ, યુપીના લલિતપુરથી વિશાલ ઠાકુર, આકાશ રાજપૂત અને આકાશ લોધીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિશાલ પણ લલિતપુરનો રહેવાસી છે.

    Madhya Pradesh murder case Raja Raghuvanshi remanded for 72 hours Sonam Raghuvanshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Kailash Mansarovar Yatra પાંચ વર્ષ પછી શરૂ

    June 21, 2025
    અન્ય રાજ્યો

    Air India ની દિલ્હી જતી ફલાઈટને બર્ડ હીટ : પુના પરત આવી

    June 20, 2025
    અન્ય રાજ્યો

    BCCIને કોચી ટસ્કર્સ કેરળને 539 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

    June 19, 2025
    અન્ય રાજ્યો

    Haryana: 18 વર્ષીય દલિત યુવકને ત્રણ કલાક સુધી બંધક બનાવીને ઢોર માર માર્યો

    June 19, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં કાયદો વ્યવસ્થાના ધજાગરા: મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.400ની લૂંટ

    June 19, 2025
    અન્ય રાજ્યો

    Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ

    June 21, 2025

    રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે

    June 21, 2025

    International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે

    June 21, 2025

    Bollywood starsઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા, ફોટા અને વીડિયો શેર કર્યા

    June 21, 2025

    પંતે પોતાના નામે એક મહાન રેકોર્ડ બનાવ્યો, MS Dhoni ને પાછળ છોડી નંબર ૧ વિકેટકીપર બન્યો

    June 21, 2025

    Captain Shubman Gill નો ઇંગ્લેન્ડમાં દબદબો, સદી ફટકારતાની સાથે જ ચોથો ભારતીય કેપ્ટન બન્યો

    June 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ

    June 21, 2025

    રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે

    June 21, 2025

    International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે

    June 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.