જુના લોકપ્રિય ગીતોને કોઇને પણ જાણ કર્યા વગર વાપરવાના તેમજ તેમણે આ કંપનીના મ્યુઝિક રાઈટ્સ લીધા
Mumbai, તા.૬
જુની હિંદી ફિલ્મોનાં ગીતો પોતાની નવી ફિલ્મોમાં ઉઠાવવામાં ઉસ્તાદ કરણ જોહરે કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી આગામી ફિલ્મ ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’માં ૯૦ના દાયકાની ફિલ્મ ‘વિશ્વાત્મા’નું ‘સાત સમુંદર પાર..’ગીત ઉઠાવી લેતાં આ ફિલ્મનો સર્જક રાજીવ રાય ભારે નારાજ થઈ ગયો છે. રાજીવ રાયે આ બાબતે હાલના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, કરણ જોહરના બેનરે આ ગીતના ઉપયોગ માટે પહેલાથી મારી મંજુરી લેવી જોઇતી હતી અને આ બદલ મને પેમેન્ટ પણ કરવું જોઇતું હતું. જોકે એક વાત હું નથી જાણતો કે આ ગીત તેણે ફિલ્મમાં યુઝ કર્યું છે કે નહીં. તે લોકો મારી ગીતની બીટસને મારી જાણ વગર ઉપયોગમાં લઇ શકે નહીં. કોઇએ પણ મને પુછવાની તસ્દી લીધી નથી. જુના લોકપ્રિય ગીતોને કોઇને પણ જાણ કર્યા વગર વાપરવાના તેમજ તેમણે આ કંપનીના મ્યુઝિક રાઈટ્સ લીધા છે તેવું કહેવાનો બહુ ખરાબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મ્યુઝિક કંપની ટીવી શો અને સ્ટેજ પરફોર્મન્સ માટે ગીત ઉપયોગમાં લે તે ઠીક છે પરંતુ કોઈ ફિલ્મમાં જ બેઠું ઉઠાવી લેવામાં આવે તે ખોટું છે એમ રાજીવ રાયે જણાવ્યું છે.

