શહેરના 8 પોલીસ મથકના ચોપડે 15 સ્થળે ચોરીના ગુનામાં ચડી ચૂક્યો,25 હજારનો મુદ્દામાલ કબજે
Rajkot,તા.10
શહેરના જામનગર રોડ નજીક પથિક આશ્રમ વાળી ગલી માંથી ચોરાઉ બાઈક સાથે ચુનારાવાડ નો હનીફ શાહ ઇબ્રાહીમ શાહ શાહમદાર નામના રીઢા તસ્કરને ઝડપી લઇ બી.ડીવીઝન પોલીસ મથકના બાઈક ચોરીનો ભેદ ઉકેલી રૂપિયા 25,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા ને અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.ત્યારે ચુનારા વાળ વિસ્તારમાં રહેતો હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર નામનો શખ્સ જામનગર રોડ પર નજીક આવેલ પથિક આશ્રમ વાળી ગલીમાં gj 3 એ એન 5272 નંબરના બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં હોવાની હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ દીપકભાઈ , કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી ડી ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી બાઈક નંબર પોકેટ એપમાં સર્ચ કરતા બાઇક ચોરાઉ હોવાનું ખૂલતા પોલીસે અટકાયત કરી આખરી પૂછપરછ કરતા તેણે રાજકોટ શહેરના કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નંબર સાતમાંથી બાઈક ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે બાઈક મળી રૂપિયા 25000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બી ડિવિઝન પોલીસ મથકનો ગુનાનો ભેદ ઉકેલિ ઝડપાયેલા શખ્સ સામે શહેરના એ ડિવિઝન થોરાળા રેલવે બી ડિવિઝન ભક્તિનગર ગાંધીગ્રામ અને પ્રવીણ નગર તેમજ વાંકાનેર સિટી મળી 16 ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.