Rajkot,તા.27
ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અનિલભાઈ ગુજરાતીએ કાયદો અને વ્યવસ્થાની કામગીરી ઉમદા અને ખંતપુર્વક કરી જેમાં
રાજકોટ જિલ્લામાં ગઇ તા.૦૯/૦૪/૨૦૨૪ ના રોજ આ કામના ફરિયાદી મહેશભાઇ વિઠ્ઠલભાઇ વેકરીયા જાતે પટેલ ઉ.વ.૩૭ ધંધો.વેપાર રહે.ગોંડલ બ્રહ્માણીનગર ગુંદાળા રોડ બ્રહ્માણી માતાજીના મંદીર સામે જી.રાજકોટ મુળ ગામ. નવાગામ તા.કાલાવડ જી.જામનગરની ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ મહારાજા એન્ટરપ્રાઇઝ નામ દુકાન નં.બી-૧૧૩માં કોઇ અજાણ્યા આરોપીએ ગેર કાયદેસર પ્રવેશ કરી ટેબલનું ખાનું તોડી તેમાં રાખેલ તીજોરીની ચાવી લઇ તેજોરી ખોલી તેમાં રાખેલ વેપારના રોકડ રૂ.૫,૫૦,૦૦૦/-ની ચોરી કરેલની ફરિયાદ ગોંડલ સીટી બી ડિવી. ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૪૨૪૦૨૪૭/૨૦૨૪ આઇ.પી.સી. ક.૪૫૪, ૩૮૦ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ અને આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આ ગુનાના આરોપીને પોતાનાખાનગી બાતમીદારો તેમજ આગવી સુઝબુઝ તેમજ ટેકનીકલ રીસોર્સ આધારે આ ઘરફોડ ચોરીના આરોપી હિતેશભાઇ ઉર્ફે શીવો નાનજીભાઇ તાળા જાતે પટેલ ઉ.વ.૩૯, રહે રાજકોટ ૧૫૦ ફુટ રીંગરોડ રોકડ રૂ.૫,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડીને આ વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખેલ જે પ્રશંસનીય કામગીરી કાયદો અને વ્યવસ્થાને ઉપલક્ષ કરવાની થતી તમામ કામગીરી નિષ્ઠાપુર્વક અને ખંતપુર્વક કરવાં બદલ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતીને બેસ્ટ ઇન્વેસ્ટીગેશન પ્રશંસાપત્ર એવોર્ડ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર પાદવ દ્વારા આપવામાં આવ્યો હતો જેમને લઈને અનિલભાઈ ગુજરાતીને પોલીસ સ્ટાફ તેમજ ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ,વડીલો તેમજ યુવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.