વિદેશી દારૂ અને કાર મળી ૩ લાખનો મુદ્દામાલ જપ્ત બુટલેગરની શોધખોળ
rajkot તા.૧૮
રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઓમનગર સર્કલ પાસે ધરમનગર ખાતેથી બે લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે દારૂ અને કાર મળી રૂા. ૩,૦૦,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. વધુ વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા અને પીઆઈ એમ. એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે. મોવલિયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલથી અંદર આવેલ ધરમનગર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી ૩,૦૦,૨૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.