અરજદારને લોકઅપમાં ન રહેવા માટે 10,000 ની લાંચ લેતા પીએસઆઇ અને રાઈટર વતી ખોડીયાર હોટલમાં સંચાલક રઘુ ભૂવા ઝડપાયો હતો
Rajkot,તા.05
શહેરના પ્રનગર પોલીસ મથકના વર્ષ 2013 લાંચના ગુના નો કેસ ચાલી જતા અદાલત તે પીએસઆઇ પરેશ જાન અને વચ્ચેટીયો રઘુ ભુવા ને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા તેજસભાઈ ત્રિવેદી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં નિકુંજભાઈ આડેસરાઈ અરજી કરી હતી જે અરજી ના કામે તપાસનીશ પીએસઆઇ પરેશકુમાર જાનીએ સમાધાન કરી લો નહીં તો તમને અટક કરી 24 કલાક લોકઅપમાં રાખવો પડશે તેવી ધમકી આપતા અને 24 કલાકમાં ન રહેવું હોય તો દસ હજાર આપવા પડશે જે અન્વયે ગૌરવ કિરીટભાઈ પીઠડીયા દ્વારા રાજકોટ એસીબી નો સંપર્ક કરતા આથી છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં એસીબી શાખાએ ફુલછાબ ચોક ખાતે ગોઠવેલા છટકામાં પીએસઆઇ પરેશ જાની અને પોલીસ કોન્સ્ટેબલ હરેશ શાંતિલાલ પંડ્યા વતી ખોડીયાર હોટલ નો સંચાલક રઘુ દાનાભાઈ ભુવા 10000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થતા એસીબી શાખા ના સ્ટાફ દ્વારા સ્પેશિયલ અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીઓના બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, માત્ર ફરિયાદી અને પંચનો સોગંદ ઉપરનો પુરાવો જ વાંચી શકાય સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૨૨ માં નીરજ દતાના કેસમાં બંધારણીય બેંચએ જે ગાઈડલાઈન આપેલ છે તે મુજબ પ્રોસીકયુશનએ માત્ર ડીમાન્ડ સાબિત કરવાની નથી. તેમજ આ જ ચુકાદાના આક્ષેપિત નીરજ દતાને સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેંચએ નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે તેમજ નીરજ દતા કેસના પારા-૫૦ માં જે ઓબ્ઝર્વેશન કરેલ છે કે કલમ-૨૦ હેઠળ પ્રિઝમ્સન કોર્ટ કરી શકે પરંતુ પ્રિઝન્શન આરોપી વિરુધ્ધ સુપ્રિમ કોર્ટે કયારે અને કયા સંજોગોમાં કરી શકાય તે અંગે પારા-૬૪ માં સ્પષ્ટતા કરેલ જ છે. પરેશ જાની ટ્રેપ દરમ્યાન હાજર ન હતા, ડિમાન્ડ ઈલ લીગલ ગ્રેટીફીકેશનની સાબિત થયેલ નથી. રાઈટર હરેશ પંડયાએ ફરિયાદી ગૌરવ પીઠડીયાને ખોડીયાર હોટેલ પાસે એવુ પુછેલ છે કે, પૈસા લાવ્યા છો આ શબ્દો ડિમાન્ડ ન ગણાય તેમજ ખોડિયાર હોટેલના માલીક રઘાભાઈ દાનાભાઈ ભુવાને રાઈટર હરેશ પંડયાએ જણાવેલ કે, મા૨ે હોસ્પિટલનું કામ છે એક ભાઈ રૂા.૧૦,૦૦૦ આપી જાય તે લઈ લેજો હું એક કલાક પછી લઈ જઈશ. આ જોતા ખોડીયાર હોટેલના થડે બેઠેલ રઘાભાઈ નું જ્ઞાન ન હતુ કે આ રૂા.10000 લાંચની રકમ છે. આરોપીઓ તરફે સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ જય રાજ કેસ, નીરજ દતા કેસ, વિગેરે ચુકાદાઓ તથા તેના ઓબ્ઝર્વેશન અંગે દલીલો કરેલ તેમજ રઘાભાઈ હાથમાં પંચોની હાજરી તથા ડ્રોઅરમાંથી રૂા. ૧૦,૦૦૦ ટ્રેપ મની મળેલ તે અંગે આરોપી રઘાભાઈએ એફ.એસ.માં માં ખુલાસો કરેલ જ છે. જ્યારે કેસની સુનાવણી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરેશ શાંતિલાલ પંડ્યા નું મૃત્યુ નીપજત્તા કેસ માંથી એબેટ કરવામાં આવ્યા હતા.આરોપીઓ તરફે કરવામાં આવેલ તમામ દલીલો માન્ય રાખી સ્પે. કોર્ટના જજ જે.એન. ઠકકરે પીએસઆઇ પરેશ જાની અને વચેટીઓ રઘુદાના ભુવા ને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી દિપક ત્રિવેદી, હાર્દિક ડોડિયા અને અભિષેક મહેતા રોકાયા હતા