ઝોન ચાર (રૈયા) મા દસ્તાવેજમાં વેઇટિંગ ઘટાડવા સમય વધારયો, મદદનીશ નોંધણી નિરીક્ષક ચારેલ દ્વારા વિવિધ પ્રશ્નોની નિરાકરણની ખાતરી
Rajkot,તા.28
રાજકોટ શહેરના ઝોન-૪ (રૈયા) માં લાંબા સમયનું વેઈટીંગ છે તેથી અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વધારાના સ્લોટ ખોલવા અનુસંધાને રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશનએ નોંધણી સર નિરીક્ષક-ગાંધીનગરને ટેલીફોનિક તથા મદદનીશ નોંધણી નિરીક્ષક ચારેલને રૂબરૂ રજુઆત કરેલી જે ધ્યાનમાં લઈ સત્વરે એક કલાકનો સમય વધારી નવા સ્લોટ ખોલવામાં આવેલ છે.વિશેષમાં એસોસીએશનએ રજુઆત કરેલ કે વડી કચેરીએ એક ડેડ લાઈન જેમ કે ત્રણ દિવસ કે પાંચ દિવસનું વેઈટીંગ થાય તો ઓટોમેટીક વધારાના સ્લોટ ખુલી જાય તેવું કાયમી ધોરણે સોફટવેરમાં અપડેશન કરવા વિનંતી કરેલી છે તેનો પણ ચારેલએ હકારાત્મક જવાબ આપેલો છે.શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી અશાંત ધારો અમલમાં આવેલો છે અને હજુ અન્ય વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ પાડવાની સરકાર વિચારણા કરી રહી છે ત્યારે અરજદારોને અશાંત ધારાની વેચાણની પુર્વ મંજુરી મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી તેના અનુસંધાને રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશનના પ્રમુખ એન. જે. પટેલ ની આગેવાની હેઠળ હોદ્દેદારો અને સભ્યો દ્વારા નાયબ કલેકટર પ્રાંત-૧ ચાંદનીબેન પરમારને ધારદાર રજુઆત કરવામાં આવી હતી.જેમાં અશાંત ધારાની અરજી સાથે દરેક અરજીઓમાં જુદા-જુદા આધાર પુરાવાઓ માંગવામાં આવે છે તેથી અરજદારોએ અરજી સાથે કયા કયા પુરાવાઓ રજુ કરવા તેનું લીસ્ટ ઓફીસના નોટીસ બોર્ડ પર લગાવવું જેથી એક સુત્રતા જળવાઈ રહે તેવી રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને નાયબ કલેકટર સાહેબ પ્રાંતશ્રી શ્રીમતી ચાંદનીબેન પરમારએ અરજી સાથે રજુ કરવાના પુરાવાઓનું લીસ્ટ હવે પછી ઓફીસના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે તેવો હકારાત્મક નિર્ણય લીધેલ છે.તેમજ અરજી સાથે દસ્તાવેજની સર્ટીફાઈડ નકલ તથા ઈન્ડેશની ખરીનકલ પણ જોડવાનું કચેરી દ્વારા જણાવવામાં આવતું હતુ તેનાથી અરજદારોને બીન જરૂરી આર્થીક માર અને સમય પણ વેડફાતો હતો તેથી દસ્તાવેજ નોટરી ટુ કોપી ચલાવવા તથા નાયબ કલેકટર અશાંત ધારાની મંજુરીથી મીલ્કતનો ટાઈટલ રીપોર્ટ આપતા નથી તેનો ઉલ્લેખ અશાંત ધારાના હુકમની શરતોમાં પણ કરવામાં આવે છે. તેવા પ્રશ્નોને નાયબ કલેકટર ચાંદનીબેન પરમારએ હકારાત્મક નિર્ણયનો
લીધેલો છે.આ રજુઆતમાં રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશનના પ્રમુખ એન.જે.પટેલ, ઉપ પ્રમુખ કિશોરભાઈ સખીયા, સેકુટરી જી. એલ. રામાણી, સીનીયર એડવોકેટ પંકજભાઈ કોઠારી, અતુલભાઈ દવે, વતીનભાઈ ભટ્ટ, સુરેશભાઈ ફળદુ, મેહુલભાઈ મહેતા, આર. ડી. ઝાલા, હિતેશ મહેતા, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, હેમંત ભટ્ટ, મહેશ સખીયા, કેતન ગોસલીયા, નરેશ દવે, પ્રણવ પટેલ, યોગેશ સોમમાણેક, બારના સેક્રેટરી સંદિપભાઈ વેકરીયા, જો. સેક્રેટરી જીતુભાઈ પારેખ, કારોબારી સભ્યો કિશન રાજાણી અને હિરેન ડોબરીયા તથા અમીત વેકરીયા, વિદીત ડોબરીયા, મનીષ પંડયા, નિલેશ દક્ષીણી, વિશાલ જોશી, એ. એ. ડેલા, ભાવિક આંબલીયા, મુકેશ કેસરીયા, ભરત ગંડેચા, સુરેશ ગંડેચા, ઉદય ગંડેચા, કુણાલ હાંસલીયા, સુજેન સોમમાણેક, સંદીપ ખેમાણી, ધનરાજ સાવલીયા, વિવેક લીંબાસીયા, પી. એમ. પટેલ, અંજનાબેન ખુંટ વિગેરે હાજર રહેલ હતા.