Rajkot,તા.૨૮
જામકંડોરણા તાલુકાના મેઘાવળ ગામના વતની અને હાલ રાજકોટ શહેરના ગોંડલ ચોકડી રહેતા અને નાના મૌવા સર્કલ પાસે શાસ્ત્રીનગર અજમેરા સોસાયટી નજીક માર્ક એન્ડ એકાઉન્ટન્ટ ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી
કૃપાલીબેન ભગવાનજીભાઈ ભાલારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓનલાઇન પૈસા કમાવા જતાં એકાઉન્ટન્ટ યુવતીએ રૂ. 8.81 લાખ છેતરપિંડી અંગેની ભોગ બન્યા અંગેની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદના જણાવ્યા અનુસાર ગઇ તા. ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ મારા ફોનમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટસએપમાં મેસેજ આવેલ કે, હું રોશની કિનેશો ઇન્ડીયા પ્રા.લી કંપનીના પ્રોજેકટ મેનેજર છુ અને ફ્રી લાંસિંગમાં તમારૂ સિલેક્શન થયેલ છે તમારે કોઈ પ્રકાર નું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું નથી અને તમારે હું કવુ છુ તેમ કરવાનુ છે. બાદમાં મને ગુગલ રીવ્યુના બે ટાસ્ક આપેલ હતા જે મે પુરા કરેલ ત્યાર બાદ મને બન્ને ટાસ્કના રૂ.૩૦૦ મારા ગુગલપેમાં ટ્રાન્સફર આપેલ હતા.
ત્યારબાદ મને વોટસએપમાં અન્ય એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક લિંક આવી હતી. જે લિંક ખોલતા હું ટેલીગ્રામ એપ્લીકેશનમાં એડ થઈ ગયેલ હતી અને હું નિયા ગુપ્તા નામના ગ્રુપમાં એડ થઇ ગઈ હતી. તેમા મને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો જેમાં બે હજાર ભરવાની શરત હોય મે તે રકમ ભરી દીધી હતી. જેની સામે મને રૂ. 2800 પરત મળેલ હતા. ત્યારબાદ બીજા ટાસ્ક માટે રૂ. 9 હજાર ભર્યા બાદ તે પરત લેવા માટે રૂ. 32 હજાર ભરવા જણાવાયું હતું. જેથી તે રકમ પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ હવે તમામ રકમ પરત લેવા રૂ. 50 હજાર ભરવા પડશે તેવું જણાવતા યુવતીએ તેની ઓફિસના એક કર્મચારીના ગુગલ પેમાંથી વધુ રૂ. 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા.
જે બાદ ફરીયાદીને તા. ૦૬/૦૪/૨૦૨૪ના રોજ ટેલીગ્રામ પરથી મેસેજ આવેલ કે તમારે રૂપીયા પરત લેવા માટે હવે રૂ. ૨,૩૦,૦૦૦ ભરવા પડશે. જેથી મે અમારી ઓફીસમાં કામ કરતા વિકાશભાઈ લાડાણીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૨, ૩૦,૦૦૦ ભરેલ હતા.
જેથી મે અમારી ઓફીસમાં કામ કરતા વિકાશભાઇ લાડાણીના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૨, ૮૦,૦૦૦ ભરેલ હતા અને મે તેમને ટેલીગ્રામમા મેસેજ કરેલ હતો કે તમારું પેમેન્ટ થઇ ગયેલ છે. જેથી તેમણે મને ટેલીગ્રામમા મેસેજ દ્રારા જણાવેલ કે તમારી લીંક એક્સપાયર થઈ ગયેલ છે. અને તમારે ફરી રૂ. ૨,૮૦,૦૦૦ ભરવા પડશે તેમ જણાવેલ હતુ. જેથી મે બીજીવાર વિકાશભાઈ લાડાણીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૨,૮૦,૦૦૦ ભરેલ હતા. તેમ છતા વધુ રૂપીયાની માંગણી કરતા હોય જેથી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી.