Rajkot,તા.02
શહેરમાં તદ્દન નજીવી બાબતે મારામારી, હુમલા અને હત્યા સુધીની ઘટનાઓ બની રહી છે ત્યારે આવી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થવા પામ્યો છે. શનિવારે રાત્રે નજીવી બાબતે કોઠારીયા રોડ પર કારખાનેદાર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવાનો બનાવ સામે આવ્યા બાદ હવે વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ભગવતીપરામાં પુલ પાસે હાર્દિક ચૌહાણ નામના યુવાન પાસે ત્રણ શખ્સોએ ફાંકી અને પૈસા માંગ્યા હતા. જેથી યુવાને ઇન્કાર કરતા ત્રણેય શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેેડાતા બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે અને સાંજ સુધીમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.
સમગ્ર મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર પોલીસની તપાસમાં યુવક રાત્રીના તેના ઘર પાસે પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો અને ત્યાંથી પરત ઘરે જતો હતો તે દરમિયાન ત્રણ શખ્સે આંતરી પહેલા ફાંકી અને ત્યારબાદ તારી પાસે કેટલા પૈસા છે, તે આપ કહી હુમલો કર્યાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
ભગવતીપરામાં રહેતો હાર્દિક નટુભાઇ ચૌહાણ (ઉ.24) રાત્રીના તેના ઘર નજીક પુલ પાસે હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે પીઆઇ રાણે સહિતે તપાસ કરતા હાર્દિક રાત્રીના તેના ઘર પાસે ફાકી ખાવા ગયો હતો તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતરી તારી પાસે પૈસા હોય તે આપી દે કહેતા તેને પૈસા ન હોવાનું કહેતા આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બી ડિવિઝન પોલીસે મામલામાં ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કરીને આકરી પૂછપરછ કરી છે. રાઉન્ડ અપ કરાયેલા શખ્સોએ જ હુમલો કર્યાનું પોલીસ સૂત્રો જણાવો રહ્યા છે અને સાંજ સુધીમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.