માધાપર વિસ્તારના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં જય મુરલીધર ટ્રાન્સ.ના ગોડાઉનમાંથી રોકડનો હાથ ફેરો કર્યો તો
Rajkot,તા.17
શહેરમાં માધાપર વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં જય મુરલીધર ટ્રાન્સપોના ગોડાઉનમાંથી રૂ.૮,૩૯,૦૦૦ની રોકડની ચોરી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જામનગર રોડ પર માધાપર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ જય મુરલીધર ટ્રાન્સપોના ગોડાઉનમાં રાત્રીના સમયે બંધ શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી કર્મચારી કમલેશ ઓમપ્રકાશભાઈ પ્રજાપતીએ ચાવી અને પાસવર્ડથી લોકર ખોલી રૂ.૮,૩૯,૦૦૦ની રોકડની ચોરી કર્યાની પ્રકાશભાઇ ચંદુભાઇ જોગિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમા આરોપી કમલેશ ઓમપ્રકાશભાઈ પ્રજાપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી કમલેશ પ્રજાપતીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી રદ કરતા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા આરોપી કમલેશ પ્રજાપતીની ચાર્જશીટ પહેલાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ યુવા એડવોકેટ અલય મનીષભાઈ ખખ્ખર, સાગર રાઠોડ, સુરેશભાઈ પંડ્યા અને આસિસ્ટન્ટ કુલદીપ જાદવ રોકાયા હતા.