Rajkot,તા.૧૩
રાજકોટમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરાતા ભોગ બનનાર મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. નિશા પેઢડીયા નામની મહિલા સાથે રૂપિયા ૧૭.૪૪ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
‘લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ની કહેવત સાચી સાબિત થઈ છે. રાજકોટ શહેરમાં શેરબજારમાં નિશા પેઢડીયા નામની મહિલા સાથે રૂપિયા ૧૭.૪૪ લાખની છેતરપિંડી વલસાડના હરીશ ભાનુશાળીએ કરી હતી. હરીશના ખાતમાં ભોગ બનનાર મહિલાના રૂ. ૧૦.૫૦ લાખ જમા થયા હતા, જેથી ભોગ બનનાર મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વલસાડના હરીશ ભાનુશાળી નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું કે ઝડપાયેલ આરોપીને મુંબઈનો શખ્સ છેતરપિંડી માટે પગાર ચૂકવતો હતો. રાજકોટ પોલીસે મુંબઈના શખ્સને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.