ચેક રીટન કેસમાં 1 વર્ષની સજા અને પાંચ લાખનું વળતર વાર્ષિક 6% ના વ્યાજ સાથે ત્રણ માસમાં ચૂકવી આપવા હુકમ સામે દાદ માંગી હતી
Rajkot,તા.05
રાજકોટશહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી પાંચ લાખ રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર વાર્ષિક 6% ના વ્યાજ સાથે ચૂકવવા કરેલા હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરેલી અપીલ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર આવેલ સુભાષનગર માં રહેતા બ્રિજેશ જસમતભાઈ વિરડીયા એ મિત્રતાના દાવે રાધા નગર મેઇન રોડ ઉપર અમૃત ગુલાલ વિહાર માં રહેતા જયદીપ ગોવિંદભાઈ વસોયા ને હાથ ઉછીના પાંચ લાખ આપ્યા હતા જે રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે જયદીપ વસોયા ને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે બ્રિજેશ વિરડીયા એ નેગોસીએબલ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટની દલીલ માન્ય રાખી અદાલતે 1 વર્ષની સજા અને ચેક મુજબની રકમ પાંચ લાખ વાર્ષિક 6% ના વ્યાજ સાથે 90 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. તે હુકમથી નારાજ થઈ જયદીપભાઇ વસોયાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી તે અપીલ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત ધ્યાને લઇ અધિક સેશન્સ જજ એસ.એ.ગલારીયા એ જયદીપ વસોયા ની અપીલ ના મંજૂર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ યથાવત રાખી આરોપી સામે બિન જામીન લાયક વોરંટ ઇસ્યૂ કર્યું છે મૂળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે મુકેશ કેસરિયા, સંજયસિંહ જાડેજા, રાજેશ મંજુસા ,હાર્દિક પાઠક અને હાર્દિક વાગડિયા રોકાયા છે