વ્યાપારિક વ્યવહારમાં પારદર્શિતા લાવવા અને વેપાર ક્ષેત્રમાં ચેકની વિશ્વસનીયતા જળવાઈ તે જરૂરી, કોર્ટ
Rajkot,તા.28
શહેરમાં રહેતા યુવાન પાસેથી ધંધાના વિકાસ માટે લીધેલી રકમ 60 લાખ ચૂકવવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં ગોંડલના જાણીતા જીનર્સ ભરતલાલ સેલાણીને દોઢ વર્ષની સજા અને ચેક મુજબ નું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે વધુ વિગત મુજબ શહેરમાં રહેતા દુર્ગેશકુમાર રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાન પાસેથી ધંધાના વિકાસ માટે ગોંડલની જાણીતી જીનર્સ ભરતલાલ વુજલાલ સેલાણીએ 60 લાખ રૂપિયા લીધા હતા જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે દુર્ગેશકુમાર ગોહિલે ભરત સેલાણી વિરુદ્ધ નેગોસિબલ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી બાદ પાંચમા અધિક ચિફ કોર્ટમાં કેસ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષના પુરાવા તથા દલીલાના અંતે જજ ડી . આર.જગુવાલા એ ચુકાદામાં નોંધ્યું છે કે વટાઉ ખત અધિનિયમનો હેતુ એ વ્યાપારિક વ્યવહારમાં પારદર્શિતા લાવવાનો છે. તથા વેપાર ક્ષેત્રમાં ચેકની વિશ્વસનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. કેસ ચાલતા સમય દરમિયાન ફરિયાદીને નુકસાન તથા પીડા ઉઠાવી પડે છે. જો ઓછી સજા કરવામાં આવે તો વેપારી ક્ષેત્રમાં જે લોકો ચેકનો ઉપયોગ કરે છે તેઓ સજા ઓછી થતી હોવાનું માની ચેકનો દુરુપયોગ કરશે અને કાયદાનો હેતુ પરિપૂર્ણ થશે નહીં માટે નાણાકીય વ્યવહારમાં ચેકની વિશ્વસનીતા જળવાઈ રહે તે માટે બેલેન્સ કહી શકાય એવી સજા કરવી જરૂરી હોય તો 18 માસની સજા અને ચેક ની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા અને જો એક માસમાં વળતર ન ચૂક્વે તો વધુ છ માસની જેલની સજા નો હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ તરીકે શક્તિસિંહ એ ઝાલા રોકાયા હતા.