Rajkot,તા,30
સમગ્ર ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-વડીલો-સમાજ શ્રેષ્ઠીઓ-સમાજ રત્નોની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટના તમામ રસ્તા આજે વહાલુડીનાં વિવાહ તરફ વળ્યાં, રાજકોટ જાણે વહાલુડીનાં વિવાહમાં જવા માટે થનગની ઉઠ્યું
પુષ્પવર્ષા, આતશબાજી, આરતી તથા સંગીતના નાદ સાથે સાથે દિકરીઓની ભવ્યાતિભવ્ય એન્ટ્રી
૨૩ વહાલુડીઓને ઉપસ્થિત વડીલો, મહાનુભાવોએ અંતરના આશિષ પાઠવ્યા
રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ તબલાના તાલે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા
સર્વે મહાનુભાવોનું ખેસ પહેરાવી, પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું
ભવ્ય – જાજરમાન લગ્નોત્સવ:
૨૩ નિરાધાર દીકરીઓ પ્રભુતામાં પગલા ભર્યા
દાતાઓની મદદથી દીકરીઓને સમૃધ્ધ કરીયાવર
પ્રત્યેક દીકરીઓને રૂ. ૫૧,૦૦૦ની ફીકસ ડીપોઝીટ અપાઈ * વહાલુડીના વિવાહમાં ભવ્ય-જાજરમાન અનેક આકર્ષણો * ઠાકોરજીના ચરણોમાં ૫૬ ભોગ ધરાયો
હસ્ત મેળાપના સમયે ભવ્ય આતશબાજી
૬:૦૦ ના ટકોરે રાષ્ટ્રવંદના સાથે દેશભકિતનો માહોલ સર્જાયો
૫૦૦૦ થી વધુ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા
“દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ ઢોલરા તેમજ સંજયભાઇ ઘમસાણીયા પરિવાર દ્વારા સતત સાતમાં વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૩ દીકરીઓનો ઐતિહાસિક-જાજરમાન-શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે રાજકોટના આંગણે યોજાયો.