Rajkot,તા.13
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પીએચડી પરીક્ષા ફીમાં ઝીંકાયેલા તોતીંગ વધારાના વિરોધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી યુનિ.ના કુલપતિ ચેમ્બરને સૂત્રોચ્ચાર કરી ઘેરાવ કરવામાં આવેલ હતો.
તેમજ રજીસ્ટ્રાર પર નકલી નોટોનો વરસાદ વરસાવવામાં આવેલ હતો. આ આંદોલનાત્મક કાર્યક્રમ દરમિયાન એન.એસ.યુ.આઈ.ના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામેલ હતું. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની ફીમાં તોતીંગ ફી વધારો કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થી સાથે ખરેખર અન્યાય કરવા જેવી બાબત છે. વાસ્તવિકતામાં વિધાના ધામમાં અને તેમાં પણ સરકારી યુનિ.ઓમાં નહીવત ધોરણે વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવી જોઈએ.
જેના લીધે ગરીબ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરી તેમનો તથા સમાજનો બહોળો વિકાસ કરી શકે. પરંતુ હાલમાં સૌરાષ્ટ્ર યુનિ.ના નિષ્ફળ સતાધીશો દ્વારા પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ફીમાં ધરખમ વધારો કરી વિદ્યાર્થીઓને આર્થિક બોજો વધારવાનું કામ કર્યું છે.ખાસ કરીને સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકટ લગાવવામાં આવ્યો હતો.
કોમન એકટ મતલબ એક સમાન ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં ટેસ્ટ લેવાની હોય છતાં એની ફી 1000 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલા તો જે જૂના વિદ્યાર્થીઓ દ્વારા આગલા વર્ષ એન્ટ્રન્સ પાસ કરી પણ ગાઈડના અભાવે એડમીશનના મળ્યું જયારે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ જ કાઢી નાંખવામાં આવી એટલે કે ગુજરાત યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ ના લઈ શકે તે એક સવાલ છે. આ ફી વધારો પાછો ખેચવા તેઓએ માંગણી કરી હતી.