Rajkot,તા.26
રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ હોસ્પિટલમાં અગ્રણીઓ સહિત લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોડી રાત્રે તાલુકા પોલીસે આ અંગે ગુનો દાખલ કરવા કવાયત શરૂ કરી હતી.
ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા રોડ પર નવનીત હોલ પાસે શ્રીરામ પાર્ક શેરી નં.1 માં રહેતા પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા સોમવારે રાત્રે કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક હતા ત્યારે અજાણ્યા શખ્સે હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાણ થતાં તાલુકા પોલીસે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જયંતિભાઈએ જણાવ્યું કે, તે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ બન્યા હતા. સોમવારે તે તેના પરિચિતના પુત્રના લગ્ન હોવાથી શહેરની ભાગોળે કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગયા હતા. જ્યાં દાંડિયા રાસનો કાર્યક્રમ હોય ત્યાં હાજર જુનાગઢના પીઆઈ સંદિપ પાદરીયા તેને ત્યાં જ એક તરફ લઈ ગયા હતા. જ્યાં તેને ‘તમે સમાજના ગદાર છો’ સરદારધામના ઉપપ્રમુખનો ચાર્જ શું કામ લીધો? ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે. નરેશ પટેલની સામે થઈશ તો જાનથી મારી નાખીશ. આથી તેમણે કહ્યું હતું કે ‘હું તો થયો છું મેં કોઈ ખરાબ કામ નથી કર્યું’ તેવો જવાબ આપતા પીઆઈ પાદરીયાએ તેને તું બહાર નીકળ જોઈ લઈશ તેમ ધમકાવ્યા હતા.