Rajkot,તા.25
રાજકોટ ગોંડલ ધોરી માર્ગ પર આવેલા રીબડા નજીક માલધારી હોટલ પાસે તાલુકા પોલીસ સ્ટેશન મથકના સ્ટાફે ફિલ્મી ઢબે કરનો પીછો કરી કારમાંથી 54 હજારની કિંમતના 363 બોટલ વિદેશી દારૂ સાથે જુનાગઢ ના ત્રણ શખ્સોની ધરપકડ કરી દોઢ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ એ આપેલી સૂચના ને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી. રાવ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર આર સોલંકી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જુનાગઢથી રાજકોટ તરફ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યાની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા,જીતેન્દ્રસિંહ વાળા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાંધલ અને રાજેન્દ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક નાસી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સડક પીપળીયા નજીક આવેલી માલધારી હોટલ પાસે કારને અટકાવી તલાસી લેતા ચોરખાનામાં છુપાવેલા રૂપિયા 54500 ની કિંમતે ₹363 બોટલ દારૂ સાથે જૂનાગઢનો જહાંગીર અમિન શેખ, આનંદ છગન સરવૈયા અને નરેશ હીરા નાગદેવની ધરપકડ કરી રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો