જેલમાં મુલાકાત’ થીમ પર વસંત ચૌહાણે બનાવેલા ચિત્ર બદલ ઉત્તરપ્રદેશ સરકારના સચિવે વર્ચ્યુલી સન્માનિત કર્યો
Rajkot,તા.11
તિનકા તિનકા જેલ સુધારણાના સ્થાપક ડો. વર્તિકા નંદા દ્વારા બંદિવાનોના કૌશ્યલ ખીલવવા માટે તેમજ જેલ સુધારણા માટે પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી ચિત્રકામ સહીતની પ્રવૃત્તિઓમાં બંદીવાનો દ્વારા જેલમાં મહત્વપુર્ણ યોગદાન તેમજ જેલ અધિકારી/કર્મચારીઓ દ્વારા જેલ સુધારાણામાં સકારાત્મક યોગદાન બદલ તિનકા તિનકા ઇન્ડીયા એવોર્ડનું આયોજન દર વર્ષે કરી સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભારતભરની તમામ જેલોના બંદીવાનો તથા જેલના અધિકારી/કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવે છે. તિનકા તિનકા ઇન્ડીયા એવોર્ડ- ૨૦૨૪ના ચિત્રકામની થીમ ‘જેલમાં મુલાકાત’ હતી. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલના કુલ ૧૬ બંદીવાનો તેમજ ૦૩ અધિકારી/કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો તેમજ અધિક્ષક રાધવ જૈન વિડીયોકોન્ફરસ માધ્યમથી જોડાયેલ હતા. જેલના બંદીવાન વસંતભાઈ કરસનભાઈ ચૌહાણનાઓએ તેઓની ઉત્કૃષ્ટ કલાથી ખુબ જ સુંદર ચિત્ર પ્રકાશીત કરી સમગ્ર ભારતના બંદીવાનોમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અધિક્ષક જૈન દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ તેમજ ગુજરાતની જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ સાહેબ દ્વારા પણ જેલ અધિક્ષકને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી બંદીવાન વસંતભાઇ ચૌહાણની ઉત્કૃષ્ટ કામગીરી બીરદાવેલ હતી.