એક્ટિવા લઈને જતા યુવાનને મક્કમ ચોક નજીક ઇનોવા ચાલકે બે શખ્સો માર માર્યો :
Rajkot,તા.17
શહેરના મક્કમ ચોક પાસે સામે જોવા જેવી સામાન્ય બાબતે કાર ચાલકે યુવા એડવોકેટને બેઝબોલ ધોકાના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીની પાછળ ગોપાલનગર શેરીમાં રહેતાં ઈન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ.૨૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇનોવા કારનો ચાલક અને તેની સાથેના બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં એ ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ ૧૧૫(૨), ૧૧૮(૧) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. સવારના અગિયારેક વાગ્યે તેઓ ઘરેથી કોર્ટે જવા જ્યુપીટર લઈને નીકલેળ હતા. મક્કમ ચોકથી આગળ સત્યવિજય આઈસ્ક્રીમ ધર્મશાળા પાસે પહોંચતા ઈનોવા કાર જે તેમની આગળ ઉભી રાખેલ અને તેમાથી એક અજાણ્યો માણસ ઉતરી તેમની પાસે આવી કહેવા લાગેલ કે, તુ મારી સામે કેમ જુએ છે, જેથી અજાણ્યા માણસને કહેલ કે, સામુ જોવામાં તમને કાંઇ વાંધો છે, તેમ કહેતા ગાળો આપવા લાગેલ હતો.
તેમજ તેની ઇનોવા ગાડીની ડેકીમાંથી બેઝબોલનો ધોકો લઇને ઘસી આવેલ અને માથાના ભાગે ઘા ઝીંકી દિધા હતાં. થોડીવાર બાદ બીજા બે અજાણ્યા શખ્સો પણ તેની સાથે આવેલ અને ગાળો આપી હતી. દરમિયાન બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં બે શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતાં અને ઇનોવા કારનો ચાલક જતા જતા ત્યાં એક બાઈક ઉભુ હતુ તેને ભટાકાડીને ત્યાંથી તેની ઈનોવા કારમાં ભાગ્યો હતો.
બાદમાં ઇજાગ્રસ્ત થયેલ એડવોકેટને ૧૦૮ મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર અજાણ્યાં શખ્સોની શોધખોળ આદરી છે.