રૂ.૧૩,૧૦ લાખનું વળતર ન ચુકવે તો વધુ એક માસની સજાનો હુકમ
Rajkot,તા.03
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ પરત કરવા આપેલો ચેક રીટર્ન થવાના કેસ ચાલી જતા અદાલતે મિત્રને એક વર્ષની સજા અને રૂ.૧૩,૧૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ શહેરના ઢેબર રોડ, શ્રમજીવી સોસાયટીમાં રહેતા રોહન ભરતભાઈ રામાણી અને નિહાલ હરેશભાઈ કોરાટ વચ્ચે મીત્રતાના સંબંધના નાતે નિહાલ હરેશભાઈ કોરાટને પોતાના અંગત ઉપયોગ માટે નાણાંની જરૂરીયાત ઉપસ્થીત થતા રોહન રામાણીએ રૂ.૧૦ લાખ હાથ ઉછીના આપેલા હતા. રકમ પરત માંગતા નિહાલ કોરાટએ રૂ.૧૦ લાખનો ચેક લખી આપેલો હતો અને રોહન રામાણીએ ચેક બેંક ખાતામા ડીપોઝીટ કરતા આ ચેક પરત ફરેલો હતો. ફરીયાદી દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ ફરીયાદ દાખલ કરી હતી.જે કેસ ચાલી જતા અને હાલના કામે રજુ થયેલ પુરાવાઓની વિસ્ત્રુત છણાવટ અને ફરીયાદ પક્ષ દ્વારા રજુ કરેલા પુરાવા અને દલીલને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આરોપી નિહાલ કોરાટને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૧૩,૧૦ લાખ વળતર પેટે ચુકવી આપવા અને જો આ રકમ ના ચુકવે તો વધુ એક માસની સાદી કેદનો હુકમ કરવામા આવેલો છે. આ કામમા ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ.પટગીર, સાહિસતાબેન એસ. ખોખર, પી. એચ. રેણુકા મીતેશ એચ. ચાનપૂરા તેમજ પ્રહલાદસીહ બી. ઝાલા રોકાયેલ હતા.