Rajkot,તા.15
દિવાળીની ઉજવણી ભગવાન રામ અને સીતા માતાજીનું વનવાસ અને રાવણવધ બાદ અયોધ્યામાં આગમન થયું તેની ખુશાલીમાં થાય છે જ્યારે દેવદિવાળીની ઉજવણી ત્રિપુરાસુર નામના શક્તિશાળી અસુરનો ભગવાન શિવજીએ વધ કર્યો તે અન્વયે થાય છે.
જૈનઅગ્રણીએ જણાવ્યું કે ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ-સાધ્વીજી મહારાજના વ્યાખ્યાનો યોજાયા હતા અને આ દિવસ મોટી પાખી ગણાય છે અને જૈનો સાધુ-સંતોને મિચ્છામિ દુક્કડમ્ કહેતા હોય છે. તા. 16થી ફરી વિહાર શરૂ થશે. જેમ કે ગોંડલથી જૈન સાધુઓ રવિવારે રાજકોટ પધારશે.
આવતીકાલે પુનમ હોવાથી માતાજીના મંદિરોએ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા પણ આવતા હોય છે. સૌરાષ્ટ્રના ચોટીલા ડુંગર પર બીરાજતા અને અનેક જ્ઞાાતિના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે આ દિવસે ભાવિકોના ભારે ધસારાને ધ્યાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે મધ્યરાત્રિના અઢી વાગ્યે જ ડુંગર પર જવાના પગથિયાના દ્વાર ખુલી જશે અને સવારની આરતી ત્રણેક કલાક વહેલી, પરોઢના 3 વાગ્યે થશે. જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે 1955થી એટલે કે 77 વર્ષથી યોજાતા કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાતો હોય છે જેમાં ત્રણ દિવસમાં સાતથી આઠ લાખ લોકો ઉમટયા હતા. આવતીકાલે મેળાનું તેમજ ગીરનાર લીલી પરિક્રમાના સૌરાષ્ટ્રના બે ભવ્ય અને પ્રાચીન ધર્મોત્સવનું પણ સમાપન થશે.