જુના મનદુખમાં થયેલી મારામારી માં સામસામે બે મહિલાઓ સહીત છ વિરુદ્ધ ગુનો નોંધ્યો
Rajkot,તા.04
શહેરની ભાગોળે આવેલા માલીયાસણ ગામે બે સગા ભાઈઓના પરિવારો જુના મનદુઃખમાં બાખડી પડ્યાંનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુવાડવા પોલીસે સામસામે બે મહિલાઓ સહીત કુલ છ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
મામલાના કુંદનબેન ઉમેદરામ હરીયાણી નામની વૃદ્ધાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નૈમિષ ગોવિંદરામ હરીયાણી, ઋષિરાજ ગોવિંદરામ હરિયાણી, ગોવિંદરામ હરિરામ અને મધુબેન ગોવિંદરામનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના આશરે સાડા દશેક વાગ્યે હુ મારા ઘરે હતી ત્યારે અમારા ઘરના ફળીયામાથી જોર જોરથી ઝઘડો થવાનો અવાજ આવતા હું તથા પુત્રવધુ મિતલ બહાર નિકળેલ હતા. ત્યારે મારા સગા દિયર ગોવિંદરામ હરીયાણીનો દિકરો નૈમિષ જે અમારા ઘર સામે જ રહે છે તે મારા પતિ સાથે ઝપાઝપી કરતો હતો. જેથી અમે સાસુ વહુએ દોડીને વચ્ચે પડી મારા પતિને છોડાવેલ હતા. દરમિયાન નૈમિષ દોડીને તેના ઘરમા ગયેલ અને ક્રિકેટ રમવાનો લાકડાનો બેટ લઈ બહાર આવેલ અને તેની સાથે સાથે તેનો નાનો ભાઇ રૂષીરાજ, દિયર ગોવિંદરામ, દેરાણી મધુબેન પણ ધસી આવ્ય્સ હતા અને બેફામ ગાળો આપવા લાગેલ હતા. નૈમિષએ તેના હાથમા રહેલ બેટથી માર માર્યો
સામા પક્ષે નૈમિષ ગોવિંદરામ હરીયાણી(ઉ.વ.24)એ સગા મોટા બાપુ ઉમેદરામ હરીરામ હરીયાણી જે મારા ઘર સામે જ રહે છે તે ફળીયામા આવીને જોર જોરથી મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા. જેનો અવાજ મને સંભળાતા હું તથા મારો નાનો ભાઈ રૂષીરાજ તથા મારા પિતા એમ ત્રણેય લોકો ઘરની બહાર નિકળેલ ત્યારે ગાળો બોલવાની ના પાડતા મોટા બાપુ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગેલ હતા. દરમિયાન મોટા બાપુના દિકરા પ્રદિપભાઈની પત્ની મિતલબેન હાથમા સ્ટીલની ડોલ લઈને બહાર નિકળેલ અને મારા નાના ભાઈ રૂષીરાજ તરફ છુટો ઘા કરતા નાનાભાઈને જમણા પગમા વાગેલ અને તેવામા મારા મોટા બાપુના પત્ની કુંદનબેન આવી જતા તેમણે તથા મારા પિતાએ વચ્ચે પડી અમો બન્ને જુદા પાડેલ હતા.