Rajkot,તા.27
રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે તે માટે તા. ૦૧/૧૨/૨૦૨૪થી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા, પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન, કાચા મંડપ ટમેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, મેન્યુઅલ સ્પ્રેયર/નેપસેક-ફ્રુટ સ્પ્રેયર/પાવર નેપસેક પંપ, પ્રોસેસિંગ યુનિટ અને કાપણીના સાધનો, ઔષધીય પાકના નવા ડીસ્ટીલેશન યુનિટ ,ખેતર પરના શોર્ટીગ,ગ્રેડિંગ,પેકીંગ યુનિટ, મિશન મધમાખી, છુટા ફૂલો,કંદ ફૂલ, બાગાયત મશીનરી, યાંત્રિકરણ ઘટકો માટે તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી, જ્યારે કમલમ, ખારેક, પપૈયા, નાળિયેરી, કેળ ટિસ્યુ, વિવિધ ફળપાકો વાવેતર, કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર, નેટ હાઉસ, પોલી હાઉસ, આંબા જામફળ પાક વાવેતર તથા લીંબુના બગીચાઓનું નવીનીકરણ, કોલ્ડ ચેઈન સપ્લાય, રાઈપનીંગ ચેમ્બર, નાની નર્સરી, ફંક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રોપ કવર, પ્લાન્ટીંગ મટીરીયલ જેવા ઘટકોમાં લાભ મેળવવા માટે તા.૧૫/૧૨/૨૦૨૪ સુધી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.