Rajkot,તા.૯
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ૨.૧૩ લાખની કિંમતનો ૨૧.૩૫ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઈલ સહિત કુલ ૨.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રાજકોટમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુદ્દામાલ સહિત યુવાનની ધરપકડ કરી છે.
બીજી તરફ સુરતમાંથી ૬ વર્ષ પહેલા ૭.૫૯ કિલો એમડી ડ્ર્ગ્સ સાથે ૨ આરોપી ઝડપાયા હતા. સુરત કોર્ટે બંન્ને આરોપીને ૧૫ વર્ષની સજા ફટકારી છે.ડીઆરઆઇએ ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ ના દિવસે રાજધાની ટ્રેનમાંથી પકડ્યા હતા. બંન્ને આરોપી નવી દિલ્હીમાં રુમ ભાડે રાખી ડ્રગ્સ બનાવી દેશના અલગ અલગ ભાગમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું હતુ. સુરત કોર્ટે બંને આરોપીને ૧૫ વર્ષની કેદની સજા અને રૂપિયા ૧.૫૦ લાખનો દંડ ફટકાવ્યો છે.