Rajkot,તા.6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી એસ.ટી.ની વિભાગીય કચેરી તેમજ ગોંડલ એસ.ટી. ડેપોના વર્કશોપનું ઈ-લોકાર્પણ તેમજ 8 નવી હાઇટેક વોલ્વો બસનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું. નવીન વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે.
મહત્વનું છે કે, રાજકોટમાં રૂ. 637,37 લાખના ખર્ચે નવી એસ.ટી. વિભાગીય કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રૂ.343 લાખના ખર્ચે ગોંડલમાં એસ.ટી. ડેપો વર્કશોપનું નિર્માણ કરાયું છે. બે માળની એસ.ટી. વિભાગીય કચેરીમાં અનેક અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે ગોંડલના આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપોમાં અનેકવિધ સગવડ ઉપલબ્ધ કરાઈ છે