Rajkot,તા.06
રાજયના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ અને અગ્રગણ્ય સંગઠન પૈકીનું 70 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.4-1-2025, શનિવારના રોજ વિશાળ સભ્ય પરીવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા, ભોજન સમારંભ, સન્માન સમારંભ તથા નવી ડિરેકટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આર્ષ વિદ્યામંદિર-મુજકાના પ.પુજય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જીલ્લા પંચાયત ચેરમેન પ્રવિણાબેન રંગાણી, તેમજ ચેમ્બરના પુર્વ પ્રમુખઓ, સૌરાષ્ટ્રની ચેમ્બરો અને એસોસીએશનોના હેદેદારો તેમજ બહોળી સંખ્યામાં સભ્ય પરીવારો ઉપસ્થિત રહયા હતા.
સ્નેહમિલન કાર્યક્રમની પહેલા ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનશ્રી વી.પી. વૈષ્ણવની અધ્યક્ષતામાં સૌરાષ્ટના વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા અને તેનું નિરાકરણ લાવવા માટે મિટીંગ મળેલ હતી.
જેમાં જામનગર ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જુનાગઢ ચેમ્બરના સેક્રેટરી સંજયભાઈ પુરોહીત, ગુજરાત ચેમ્બરના રીજીઓનલ સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારીયા, કચ્છ ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ, રાજેશભાઈ ભટ, ઉના ચેમ્બરના ઈશ્વરભાઈ, ઉપલેટા ચેમ્બરના અલ્પેશભાઈ, જામજોધપુર ચેમ્બરના નરેન્દ્રભાઈ કવિયા, મોરબી ચેમ્બ2ના મુકેશભાઈ, વાંકાનેર ચેમ્બરના પ્રગ્નેશભાઈ તેમજ કોડીનાર ચેમ્બ2ના હરિભાઈ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ મહાનુભાવોના વરદ હસ્તે રાજકોટ ચેમ્બર દ્વારા તૈયાર કરવામાં આવેલ સંપુર્ણ માહિતી સભરની નવી ડિરેકટરીનું વિમોચન કરવામાં આવ્યું. તેમજ 2 STAR EXPORTERS એવા જયશ્રી ઈમ્પેક્ષ, જયસન્સ એક્ષપોર્ટસ, PBW બેરીંગ્સ પ્રા.લી., જોલી એગ્રી ઈમ્પેક્ષ પ્રા.લી., ઈવેન્ટ સ્પોન્સર મે.શિલ્પાલાઈફ સ્ટાઈલ તેમજ વિવિધક્ષેત્રે આગવું યોગદાન આપનાર અને રમત ગમતક્ષેત્રે મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એવા આર્કિટેકટશ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી મનસુખભાઈ સુવાગીયા, શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, કું.બાંશુરી પી. મકવાણા, રૂદ્ર પેથાણી, દેવમ આ2. કોટક, BINTECH INFOWAS LLP, મેંગો પીપીલ પરિવારનું મોમેન્ટો અર્પી સન્માન કરવામાં આવ્યું.
પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવશ્રી વી.પી. વૈષ્ણવએ ઉદબોધન કરતા જણાવેલ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અનય મહાનુભાવો પ્રત્યે આનંદ સહ આભારની લાગણી વ્યકત કરેલ. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય અને સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાઈ રહી છે તેમજ ભારત દેશ આજે વિશ્વ ફલક ઉપર ઉભરી આવ્યો હોય ત્યારે તેમાં ગુજરાતનો મહત્વનો સિંહફાળો રહયો છે. રાજકોટ ચેમ્બર દ્વારા સર્વાંગી વિકાસ અને વેપાર-ઉદ્યોગને વેગ મળે તે માટે અનેક પ્રશ્નો ધ્યાને મુકવામાં આવેલ.
જે પ્રશ્નોની ડિમાન્ડ રાખવામાં આવી :
જેમાં મહત્વના ખાસ મુદાઓ જેવા કે, (1) વેપાર-ઉદ્યોગકારો એકઝીબીશન યોજી શકે અને B2B મિટીંગ કરી શકે તે માટે રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવવું ખાસ જરૂરી છે, (2) રાજકોટ ચેમ્બર વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા કેન્દ્ર તથા રાજય સ2કા2માં એક સેતુ બની કાર્ય કરી રહયું હોય ત્યારે તેનું પોતાનું બિલ્ડીંગ બનાવવા માટે ટોકન દરે જમીન ફાળવવી, (3) ડિફેન્સ અને એરોસ્પેસક્ષેત્ર પણ રાજકોટ અનેક પ્રોડકટસનું ઉત્પાદન કરી રહયું હોય ડિફેન્સ પોલીસીમાં ઔદ્યોગીક એકમોને જંત્રીના 25% મુજબ જગ્યા આપવા માટે રાજકોટનો સમાવેશ કરવો, (4) હમણાં જ જીઆઈડીસીની જગ્યામાં જાહેર થયેલ સ્કીમ હાલની જંત્રી પ્રમાણે ગણવી નવી જંત્રી પ્રમાણે નહી જેથી કરીને ઈમિટેશન જવેલરી પાર્ક ડેવલોપ કરવા માટેનો પ્રશ્ન હાલ થઈ શકે, (5) રાજય સરકાર દ્વારા જેમ સુચિત મકાનો-પ્લોટો ઈમ્પેકટ ફી ભરી રેગ્યુલાઈઝ કરવામાં આવી રહયા છે.
તેમ ઈન્ડસ્ટ્રીના સર્વાંગી વિકાસને પણ ધ્યાનમાં રાખી ઈન્ડસ્ટ્રીયલ એરીયાને ઈમ્પેકટ ફ્રી માં સામવેશ કરી રેગ્યુલાઈઝ કરવી, (6) પ્રોફેશનલ ટેક્ષ નાબુદ કરવો, સરકાર દ્વારા મોટી કંપનીઓને આકર્ષવા માટે જે સીંગલ વિન્ડો કલીયરન્સ અમલમાં છે તો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટના રજીસ્ટર MSME આશરે બે લાખથી વધુ હોય અને સૌથી વધુ રોજગાર MSME પુરી પાડી રહયો હોય તો MSMEને સીંગલ વિન્ડો કલીયરન્સમાં સામવેશ કરવો, (7) રાજકોટ ખાતે વર્ષોથી ખાલી પડેલ રૂડાના ચેરમેનની જગ્યા તાત્કાલીક ભરવી જેથી કરીને રાજકોટનો સર્વાંગી વિકાસ થઈ શકે અને મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય, જેમ સરકાર દ્વારા કાશ્મીરમાંથી 370 કલમ હટાવીને ટુરીઝમક્ષેત્રે વિકાસ થઈ રહયો છે અને કાશ્મીરને ભારતના સોનાના મુગટ સમાન મુકેલ હોય તે મુજબ ગુજરાત 1600 કી.મી.નો દરીયા કિનારો ધરાવતો હોય ત્યારે તેનો પણ સર્વાંગી વિકાસ કરીને ટુરીઝમ હબ તરીકે ડેવલોપ કરવું જરૂરી છે.
જેવી વિગેરે રજુઆતો ધ્યાને મુકી તેનું સત્વરે નિરાકરણ લાવવા સરકારશ્રી પાસે અપેક્ષાઓ રાખેલ છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ ટ્રીલીયન ડોરલ ઈકોનોમી અને વિકસીત ભારત 2047ના સ્વપ્નને સાર્થક કરવામાં ગુજરાતની સાથે રાજકોટ હંમેશા સહયોગ આપતું રહેશે.
મૃદુ, સરળ અને મકકમ એવા રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌને મળ વાની તક મળી તે બદલ સહદય આભારની લાગણી વ્યકત કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્વારા જે કન્વેન્શન સેન્ટરની માંગણી કરાયેલ છે. ત્યારે કલેકટર, મ્યુ.કમિશ્નર તેમજ પદાધીકારીઓ હાજર છે.
તો રાજકોટને ક્ધવેશન સેન્ટરની સ્થળ પર જ ફાળવણી કરી દીધેલ અને તે માટે જગ્યા ઉપલબ્ધ હોય તે સરકારના ધ્યાને મુકવી તેની કાર્યવાહી સરકાર દ્વારા તાત્કાલીક પુરી કરવામાં આવશે. વધુમાં આખા વર્લ્ડને હચમચાવી નાખનાર આ સૌ રાષ્ટ્ર છે અને પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર વ્યકિતઓ છે. ત્યારે રાજય સરકાર આપવા માટે હંમેશા તૈયાર છે.
જંત્રીના દરોમાં પણ કોઈએ મુંજાવવાની જરૂર નથી સરકાર દરેક લોકોનું ધ્યાન રાખી રહી છે. નવી જીઆઈડીસી માટે પણ જગ્યા નકકી કરવા જણાવેલ અને તે માટે સરકાર પુરો સહયોગ આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયારથી દેશની કમાન સંભાળેલ છે ત્યારથી દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહયો છે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહયો છે.