Rajkot,તા.06
શહેરમાં આજે આયર્લેન્ડ મહિલા ટીમ અને ભારતીય મહિલા ટીમનું આગમન થયું છે. આયર્લેન્ડ ટીમ આબુ ધાબી થી અમદાવાદ લેન્ડ થઈ, અને ત્યાંથી બાય રોડ રાજકોટની સયાજી હોટલ પર આવી પહોંચી હતી.
સયાજીમાં ઉર્વીશ પુરોહિત તથા હોટેલ સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા તેમનું તિલક, ફૂલહાર સાથે સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ટીમ ઈન્ડીયાના સભ્યો પર અલગ અલગ રીતે હવે રાજકોટ આવી પહોચ્યા છે. આવતીકાલથી બન્ને ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ કરાશે.
ટીમ ઈન્ડિયાની જાહેરાત : કેપ્ટન સ્મૃતિ મંધાનાં, હરમનપ્રીત નહિ રમે
ટીમ ઈન્ડિયાના સ્કવોડની આજે જાહેરાત થઈ ગઈ છે. જેમાં સ્મૃતિ મંધાના દ્વારા કેપ્ટનશિપ કરવામાં આવશે. સ્મૃતિ મંધાના (C), દીપ્તિ શર્મા (VC), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા ચેત્રી (wk), રિચા ઘોષ (wk), તેજલ હસબનીસ, રાઘવી બિસ્ત, મિનુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ , સાયમા ઠાકોર , સયાલી સાતઘરે.
આ ટીમ હાલ ખૂબ જ સારા ફોર્મમાં છે અને વડોદરામાં વેસ્ટ ઇન્ડીઝ સામે 3-0 થી મેચ જીતી હતી.
ટીમ આયર્લેન્ડ:
ગેબી લેવિસ – કેપ્ટન, અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રેલી, અલાના ડેલઝેલ, લૌરા ડેલાની, જ્યોર્જિના ડેમ્પ્સી, સારાહ ફોર્બ્સ, આર્લિન કેલી, જોઆના લોઘરન, એમી મેગુઇર, લેહ પોલ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઉના રેમન્ડ-હોય, ફ્રીયા સાર્જન્ટ, રેબેકા સ્ટોકેલ આ ઉપરાંત હેડ કોચ, બોલિંગ કોચ, વિડિયો એનાલિસ્ટ સહિત 21 સભ્યોની ટીમ રાજકોટ આવી પહોંચ્યા
ફ્રી એન્ટ્રી : પ્રેક્ષકો માટે મેચ નિહાળવા ફ્રી એન્ટ્રી રહેશે. 10, 12 અને 15 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે મેચ શરૂ થશે. જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ પર મેચ યોજાશે.