Rajkot,તા.25
શહેરના કોઠારીયા રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોક નું મોજુ ફેલાયું છે.વિગતો મુજબ, સાગર સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા માધુરીબેન વિશાલભાઈ કોરાટ (ઉ.વ ૨૮) શનિવારે સાંજના પાંચેક વાગ્યે આસપાસ ઘરે પરિવારની ગેરહાજરીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિણીતાને ઉલ્ટી થતાં જ આજુબાજુના લોકોએ તેના પરિવારને જાણ કરી હતી તુરંત જ તેણીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પરણીતાએ દમ તોડી દીધો હતો.
બનાવ અંગે જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ જે.જે ગોહિલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક માધુરીબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ જ થયા હતા. તેમજ તેમને સંતાનમાં એક પુત્ર છે. ત્યારે નાના એવા બાળકે માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પોલીસે પણ પરિણીતાએ ક્યાં કારણસર આવું આત્મઘાતી પગલુંભર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.