Rajkot,તા.૪
રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનો કારોબાર જાણે બે રોક ટોક ચાલી રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજો સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે.
રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજો સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ એસઓજી ટીમે શખ્સને રાજકોટના ગવરીદળ નજીક ૯ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનો હાલ મોરબી રહેતો જગદીશ બિશ્નોઈ શખ્સ પાસેથી ૯ કીલોથી વધુ ગાંજાનો જથ્થો મળ્યો હતો.
રાજકોટમાં ડિલવરી કરે તે પહેલા એસઓજી ટીમે શખ્સને ઝડપ્યો હતો. તેમજ આ શખ્સ ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો અને શહેરમાં તે કોને આપવાનો હતો તે દિશામાં એસઓજી ટીમે તપાસ શરૂ કરી છે.