Rajkot,તા.08
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ઇન્દિરા સર્કલ નજીક જય ગણેશ ટાટા મોટર્સ કાર સર્વિસ સેન્ટર નજીક પરણીતાનો પીછો કરી મરજી વિરુદ્ધ સંપર્ક કરી અને તેમ. ના કરે તો તેને તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી સરા જાહેર ઝઘડો કરી ગાળો આપી અને માર માર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના યુનિવર્સિટી રોડ નજીક શિવ સંગમ સોસાયટી શેરી નંબર 3માં રહેતા પરણીતા યુનિવર્સીટી રોડ ઇન્દિરા સર્કલ પાસે જય ગણેશ ટાટા મોટર કાર સર્વિસ સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નામચીન અંકિત શાહે માર મારી હુમલો કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અંકિત શાહ અવાર નવાર પીછો કરી મરજી વિરુદ્ધ સંપર્ક કરવા પ્રયત્ન કરી અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા સાથે બોલાચાલી કરી સર આ જાહેર ઝઘડો કરી ગાળો બોલી પરણી તને ગાલ પર ઝાપટ મારી મૂડમાં રે બીજા પહોંચાડ્યા અંગેનો અંકિત શાહ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધી પીએસઆઇ એસબી જાડેજા સહિતના સ્ટાફે અંકિત શાહને ઝડપી લેવા દોડધામ આદરી છે.