કુતિયાણાના ગઢવાણા ગામના પ્રકાશભાઈ સોલંકીના મુત્યુથી પરિવારમાં શોક
Rajkot,તા.28
લોધિકાના છાપરા ગામ પાસે tata 407 માલ વાહકે બાઇકને હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલા કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામના પ્રોઢનું મોત નીપજત્તા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામના વતની પ્રકાશભાઈ મંગાભાઈ સોલંકી નામના પ્રોઢ જીજે 10 એઈ 59 88 નંબરનું બાઈક લઈને કાલાવડ રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા છાપરા ગામ બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા જીજે 10 ટીવાય 268 નંબરના માલવાહક વાહને હડ ફેડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશભાઈ સોલંકી ઘવાયા હતા. આ બનાવની જાણ 108 ને કરતા દોડી આવી પ્રકાશભાઈ સોલંકી ને મૃત જાહેર કર્યા હતા અને પીએમ અર્થે વૃદ્ધિ કા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃદ્ધિને ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ મેટોડા પોલીસ મથકના અને થતા હેડ કોન્સ્ટેબલ એલ જે ધાનાણી સહિતના સ્ટાફ દોડી જાય મૃતક મૃતકનું પીએમ કરાવી મૃત્ય પરિવારજનોને સોપ્યો તો બાદ મૃતકના ભાણેજ અને મૂળ જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામના વતની અને હાલ લોધિકા ખાતે ગ્લોરીયસ સોસાયટીમાં રહેતા રાજેશ દેવશીભાઈ વારદિયાની ફરિયાદ પરથી માલવાહક વાહન સામે ના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક પ્રકાશભાઈ સોલંકી જામનગર ખાતે કડિયા કામની મજૂરી ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઈક લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે છાપરા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો.