Rajkotતા,07
શહેરના કાલાવાડ રોડ નજીક સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ભગવતી પ્લેનરી બગ્લોઝ સત્ય રસીકભાઈ હરજીભાઈ ખુંટએ મિત્રતાના સંબંધે મોરબીના રમેશભાઈ ભગવાનજીભાઈ વિરસોડીયાએ રૂ.૧૦.૫૦ લાખ રોકડા હાથ ઉછીના લઇને તા.૪/૦૨/૨૦૧૪ના નોટરી સમક્ષ પ્રોમિસરી નોટ નોંધાવી હતી. બાદમાં આપેલ ચેકનો અનાદર થતા રસિકભાઈ ખૂંટે રમેશભાઈ વીરસોડીયા વિરુદ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની મુજબની કાર્યવાહી કરેલ, જેમાં ફરિયાદીએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવામાં ચેક, રિટર્ન મેમો, નોટીસ, નોટીસ મોકલવા પોષ્ટમાં નાણા ભર્યાની રસીદ, એકનોલેજમેન્ટ, પ્રોમિસરી નોટ, ફરીયાદીના ખેડવાણ ખેતીની જમીનના આધારો વિગેરે રજૂ કરી આરોપી સાથેનો વ્યવહાર કાયદેસરનો પ્રસ્થાપિત કરવા સોગંદ ઉપર હકીકત જાહેર કર્યું હતું. જે સામે બચાવ પક્ષે કહેવાતા વ્યવહારની પ્રોમિસરી નોટનું ખંડન કરી કાયદેસરનું લેણુ સાબિત થતું નહી હોવાનું અને કહેવાતો ચેક સમય મર્યાદા બહાર ઉપયોગમાં લેવાયેલ હોવાનું પ્રસ્થાપીત કરવા કહેવાતા સને-૨૦૧૪ના ચેકની ઉપયોગમાં લેવાયેલી તારીખ અને રિટર્ન થવાનું કારણ બેંકના અધીકારીને તપાસતા બેંકના અધીકારી દ્વારા આરોપીએ ખાતુ બંધ કરવાની આપેલી અરજીની નકલ, ચેક બુક ઈશ્યુ થયાના રજીસ્ટરની કોમ્પ્યુટર પ્રિન્ટ વિગેરે સાથે રેકર્ડની હકીકત વિરોધાભાસ થતી હોવાની રજૂઆતો અને દલીલો કરી હતી, જે ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.આ કેસમાં આરોપી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા તથા હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, રોકાયા હતા.