Rajkot,તા.9
શહેરમાં થોડાં સમય પહેલાં જ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડનો બનાવ બનતાં નિર્દોષ 27 લોકોના જીવ ગયા હતા. જે ઘટના શહેરીજનોને હજું તાજા જ છે તો બીજી બાજુ ગેમઝોનને તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે નાના ભૂલકાઓને રમવા માટેના જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલું કરવાં માટે ધંધાર્થીએ વિજપોલમાં ડાયરેક્ટ છેડા આપતાં બ્લાસ્ટ થયો હતો અને અગ્નિકાંડ સામે દેખાયો હતો., જો કે, સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી અને પોલીસે દોડી જઈ વેપારી સામે ગુનો દાખલ કર્યો હતો.
ગઈકાલે સોરઠીયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર સદામ યુનુસ કુરેશી (ઉ.વ.34),(રહે. લખાજીરાજ સોસાયટી, દૂધ સાગર રોડ) દ્વારા 10 જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવી દીધા હતા.જેને લઇ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ પારાવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.
ત્યાં રહેતા સ્થાનિકોએ આ વ્યક્તિ વિરુદ્ધ મહાનગર પાલિકાના દબાણ વિભાગ અને પીજીવીસીએલમાં પણ જાણ કરી છે આમ છતાં આ શખ્સ દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકી રહ્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે આ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો.
જે અંગે ફરિયાદી બનનાર પીઆઈ એમ.એમ.સરવૈયાએ જણાવ્યું હતું કે, કોઈપણ જાતની પરવાનગી વગર જાહેરમાં હવા ભરેલ જમ્પિંગ ડાગલો રાખવા બદલ ગુનો દાખલ કરી આરોપીની વધું તપાસ માટે પીજીવીસીએલની ટીમને સોંપવામાં આવ્યો હતો.
જે મામલે વધુમાં મિલપરા પીજીવીસીએલની ટીમે જણાવ્યું હતું કે, આરોપીએ વિજળીના ડિસ્ટીબ્યુસન બોક્સમાં ડાયરેક્ટ વાયર ભરાવી વિજળી લેતો હોવાનું તપાસમાં ખુલતા હવા ભરવાની 2 મોટર, વાયર, સ્વીચબોર્ડ સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી સામે દંડની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આરોપીને રૂ।.1.30 લાખનો દંડ ફટકારાયો
સોરઠીયાવાડી સર્કલ પાસે હવા જમ્પીંગ ભરેલ ડાગલા રાખી તેનો વિજળી માટે પીજીવીસીએલના વિજ-પોલમાં ડાયરેકટ છેડા મારી વિજ ચોરી કરનાર સદામ કુરેશી વિરૂદ્ધ પીજીવીસીએલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે અંગે સીટી સર્કલ અધીક્ષક ઈજનેર જે.બી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, વિજચોરી બદલ આરોપીએ રૂ।.30 લાખનો દંડ ફટકારાયો હતો.
શહેરમાં જાહેર જગ્યાઓ પર ઈલે. વિજળી પર ધંધો કરતાં ધંધાર્થીની તપાસ કરવી જરૂરી
ટીઆરપી ગેમઝોન આગકાંડ હજું શહેર ભૂલી શક્યું નથી અને જે બનાવથી લોકો હજું પણ ગેમઝોનમાં જતાં થરથર ધ્રૂજે છે. ત્યારે હવે જાહેરમાં મિની ગેમઝોન ટાઈપ હવા ભરેલ મોટા જમ્પિંગ રાખી તેમાં વપરાતી વિજળી નજીકના વિજપોલ પરથી લઈ બાળકોની ઝીંદગી સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. તો તંત્રએ તેમની તાકીદે તપાસ કરાવી મોટી જાનહાની ટાળવી જરૂરી છે.