Rajkot,તા.29
શહેરના રેસકોર્ષ રિંગ રોડ ખાતે કથાકાર મોરારીબાપુ દ્વારા રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા યોજાયેલ આ કથામાં સૌરાષ્ટ્રના ગામે ગામથી લોકો આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડે છે. ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે.
જેમાં રામકથાના ગ્રાઉન્ડમાં મારામારી થઈ હોવાનું જોવા મળે છે. એક યુવાન પ્રૌઢ જેવા દેખાતા વ્યક્તિને ફડાકા ઝીંકી દયે છે. પછાડીને નીચે પાડી દયે છે. ફરજ પર હાજર રહેલ મહિલા પોલીસ કર્મી વચ્ચે પડે છે. મારામારી અટકાવે છે. હાલ આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ હોય તેવું જાણવા મળેલ નથી.