એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી બોરીસાગર અને પ્ર.નગર પીએસઆઈ બી બી ચુડાસમાની અરસપરસ બદલી
Rajkot,તા.18
રાજકોટ શહેરમાં ફરજ બજાવતા સાત પીઆઈની આંતરિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં વધુ એક પીઆઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી બોરીસાગર અને પ્ર.નગર પીએસઆઈ બી બી ચુડાસમાની અરસપરસ બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ (એએચટીયુ) પીઆઈ સી.એચ.જાદવને ડીસીબીમાં મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાને આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈઓડબલ્યુ) માં મુકવામાં આવ્યા છે. આ બ્રાન્ચના પીઆઈ જે.એમ.કૈલાની લિવ રીઝર્વમાં બદલી કરાતા જગ્યા ખાલી પડી હતી જેના કારણે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
જ્યારે પ્ર.નગર પીઆઈ બી.એમ.ઝણકાટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, એસ.આર.મેઘાણીને લિવ રિઝર્વમાંથી ગાંધીગ્રામ પોલીસ મથક, એસ. ડી.ગીલવાને એમઓબીમાંથી સાયબર ક્રાઈમ પોલીસ મથક, લીવ રિઝર્વ પીઆઈ વી.આર. વસાવાને પ્ર.નગર પોલીસ મથક અને લીવ રિઝર્વ પીઆઈ જી.આર.ચૌહાણને એમઓબીમાં મુકવામાં આવ્યા છે.
આ જ રીતે ઝોન-૧ એલસીબી પીએસઆઈ બી.વી.બોરીસાગરની બદલી પ્ર.નગર પોલીસ મથકમાં કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને પ્ર.નગર પીઆઈ બી.બી.ચુડાસમાને ઝોન-૧ એલસીબીમાં મુકાયા છે.
એસઓજી અને પ્ર.નગર ના મળી સાત પોલીસમેનની બદલી
શહેર પોલીસમાં ફરજ બજાવતા સાત પોલીસમેનની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. એસઓજીના જીગ્નેશ અમરેલીયાનો ઓર્ડર પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે. જયારે પ્ર.નગર પોલીસના ડી સ્ટાફમાં ફરજ બજાવતા અડધો અડધ કર્મચારીઓને બદલી નખાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પ્ર.નગર પોલીસના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કનુભાઈ ભમ્મર અને વિમલ ધાણજાની ટ્રાફિક, જયેન્દ્રસિંહ પરમારની હેડ ક્વાર્ટર જયારે ઇમરાન ચુડાસમાની થોરાળા પોલીસ મથક ખાતે ‘સૂચક’ બદલી કરવામાં આવી છે.